સ્થાનિક સમાચાર
મીઠી રોહર પાસે આઈસર શો-રૂમમાં ટ્રેલરના ઘોડામાં શોર્ટ સર્કિટથી આગ
ગાંધીધામ : ગાંધીધામના મીઠી રોહર સીમ વિસ્તારમાં આવેલા આઈસર શો-રૂમમાં સર્વિસ માટે આવેલા ટ્રેલરના ધોડામાં આગ લાગતા કેબિનને આશરે રૂ. ૮,૦૦,૦૦૦નું નુકસાન થયા અંગે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આગ અકસ્માત નોંધાયો છે. તા. ૨૯/૦૯/૨૦૨૬ની રાત્રે ૯ઃ૩૦ થી તા. ૩૦/૦૯/૨૦૨૬ના રાત્રે ૨ઃ૨૭ વાગ્યા દરમિયાન અગમ્ય કારણોસર અથવા શોર્ટ સર્કિટના કારણે ટ્રેલર ધોડા (નં. દ્ગ્-૦૧-છૐ-૩૯૧૮)માં આગ લાગી હતી. આ મામલે શો-રૂમ મેનેજર કુનાલભાઈ નરેન્દ્ર મિત્તલ (ઉં.વ. ૩૯, રહે. આદિપુર)ની જાહેરાત આધારે પોલીસે આગ અકસ્માત નોંધી આગળની તપાસ હાથ
ધરી છે.

ટિપ્પણીઓ