માધાપર - કચ્છઉદય : માધાપર લોહાણા મહાજન દ્વારા સંત જલારામ બાપની ૨૨૭ મી જન્મ જયંતિની હર્ષોલ્લાસ સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે રઘુવંશી સમાજ દ્વારા વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં ભક્તિ સેવા એકતાનો સમન્વય જોવા મળ્યો હતો. જન્મ જયંતિ નિમિત્તે માધાપરના મહાવીરનગર સ્થિત જલારામ મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય દાતા મહેશભાઈ પ્રેમજીભાઈ જોબનપુત્રા હ.ભૂમીબેન આલાપભાઈ, પરમ આલાપભાઈ જોબનપુત્રા રહ્યા હતા. પ્રસંગોચિત તમામ દાતાઓનું મહાજન દ્વારા નવી પહેલ કરતા દરેકના ઘેર જઈને સન્માન કરવામાં આવ્યું હતું.
સવારે જૂનાવાસ સ્થિત જલારામ દરિયાલાલ મંદિરથી ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન થઈ હતી, જે ગામના મુખ્ય માર્ગો પર ફરીને ભક્તિમય માહોલ સર્જતી જલારામ પાર્ટી પ્લોટ, નવાવાસ ખાતે સંપન્ન થઈ હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રઘુવંશી ભાઈ-બહેનો જોડાયા હતા. શોભાયાત્રા રૂટ પર વિવિધ જગ્યાએ ઠંડા પીણા, છાશની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ઉપરાંત કળશધારી બાળાઓની ઉપસ્થિતિ અને બાળકો દ્વારા રામ, જલારામના વેશમાં હાજરીએ નવી પેઢીમાં સંસ્કારની સકારાત્મક છાપ છોડી હતી. ત્યારબાદ જલારામ પાર્ટી પ્લોટ ખાતે સમૂહ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં માધાપરના રઘુવંશી પરિવારોની સાથે ભુજ લોહાણા મહાજનના હોદ્દેદારો તેમજ માધાપર ગામના અગ્રણીઓએ ખાસ હાજરી આપી હતી. વિશેષમાં જલારામ જયંતીની પૂર્વ સંધ્યાએ ભુજ લોહાણા મહાજન તથા માધાપર લોહાણા મહાજનના સાનીનધ્યમાં કપિલભાઈ દૈયા દ્વારા સંકલિત અને કિરણ રૂપારેલ દ્વારા નિર્મિત વીર જસરાજદાદાની જીવનકથાના માઈક્રો એપિસોડ સીરીઝનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત જીત સચદેના જલારામ બાપા ભજનનો યુ-ટ્યુબ વિડીયોનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ પ્રમુખો જયસુખભાઈ, નટવરલાલ, દિલીપભાઈ, નરેન્દ્રભાઈ, ભરતભાઈ, મનોજભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મહાજન પ્રમુખ હિતેશભાઈ મજીઠીયા, મેનેજિંગ ટ્રસ્ટી દિનેશભાઈ ઠક્કર, મંત્રી રોહિત જોબનપુત્રા, કપિલભાઈ દૈયા, જીગર રાજદે, કિરણભાઈ કોટકના માર્ગદર્શન હેઠળ મેહુલ રાયકુંડલ, નરેશ દાવડા, ધીરજભાઈ ઠક્કર, હર્ષદ ઠક્કર, રાજેશ આથા, નીતિનભાઇ ચોથાણી, ઘનશ્યામભાઈ ચોથાણી, અમૃતભાઈ બાવળ, દિનેશભાઈ રાજદે, રાજેશ ભીંડે , ચેતન ગોકાણી, નીતિન ઠક્કરે જહેમત ઉઠાવી હતી.
મહિલા મંડળના પ્રમુખ વર્ષાબેન જોબનપુત્રાની આગેવાનીમાં બીનાબેન દૈયા, ભાવનાબેન, પ્રીતિબેન આથા, કિરણબેન, સોનલબેન, ભારતીબેન ચોથાણી, ભારતીબેન ઠક્કર, ડોલીબેન, હન્નીબેન કોટક, કાજલબેન, મનીલાબેન, રીટાબેન, શીતલબેન મજેઠીયા, નયનાબેન,ગીતાબેન, શિલ્પાબેન, જિનલબેને જહેમત ઉઠાવી હતી. યુવક મંડળ પ્રમુખ શિવમ ઠક્કર, યજ્ઞેશ ઠક્કર, શિવમ રૂપારેલ, ચિંતન ઠક્કર, ચેતન ઠક્કર, પુષ્કર ચોથાણી, હિરેન ચંદે, પંકજ પૂજારા, શિવમ ઠક્કર, વિરલ, મેહુલ, અનિકેત દ્વારા સક્રિય સહયોગ આપવામાં આવ્યો હતો.

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.