પૂ. જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિએ માનસિક દિવ્યાંગોને ભોજન કરાવાયું
ભુજ - કચ્છઉદય : સંત શિરોમણી પૂ. જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિ નિમિત્તે જલારામ મંદિર રવાણી ફળિયા ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા સંચાલિત રામદેવ સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગો તથા વડીલોનાં વિસામોનાં વૃદ્ધ વડીલોને રોટલા, ખીચડી, કઢી, મરચા, ગોળ સાથેનો મહાપ્રસાદ જમાડવામાં આવતાં માનસિક દિવ્યાંગો તથા વૃદ્ધ વડીલોએ ખુશી વ્યક્ત કરી હતી.
પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે ભુજ વિસ્તારમાં મહાપ્રસાદનાં કાર્યક્રમો યોજાયા હતા. માનવજ્યોત સંસ્થાએ વધી પડેલો મહાપ્રસાદ ગરીબોનાં ઝુંપડે-ઝુંપડે પહોંચાડતા ભૂંગા, ઝુંપડાઓમાં રહેતા જરૂરતમંદોએ ભોજન જમી ખુશી વ્યક્ત કરી હતી. અને આયોજકોને અંતરનાં આશિર્વાદ પાઠવ્યા હતા. વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિપેશ શાહ, અક્ષય મોતા, શ્રવણ ડાભી, પ્રતાપ ઠક્કર તથા સર્વે કાર્યકરોએ સંભાળી હતી.
----------------

Comments