Trending News
સ્થાનિક સમાચાર

શ્રી કૃષ્ણ વિશ્વના આત્મા અને સ્વામી છે 

16 November



મિરજાપર - કચ્છઉદય : મિરજાપર સ્વ. સામબાઈ દેવશી વરસાણી પરિવાર દ્વારા વસરામ દેવશી વરસાણી, વિશાલ નારાણ વરસાણી અને માતૃપક્ષે પ્રેમિલાબેન ગોવિંદ ભુડિયા દ્વારા શ્રીમદ્દ ભાગવત જ્ઞાન યજ્ઞના અતુષ્ઠાનમાં સામૂહિક તેર પોથીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્તિક માસના આરંભે સર્વપિતૃ મોક્ષાર્થે આ ભાગવત કથા મંગલકારી છે. કથાવાચક શાસ્ત્રી જય જીગ્નેશભાઈ ભટ્ટે કહ્યું કે, સ્ક્રંદ પુરાણના છઠ્ઠા અધ્યાયમાં શ્રીમદ ભાગવતનો ઉલ્લેખ છે. શ્રી હરિ વિષ્ણુ પરમાત્માનું વાસ્તવિક સ્વરૂપ એકરસ, શાંત અને જ્ઞાન સ્વરૂપ છે. પહેલો અવતાર વિરાટ પુરૂષનો છે. કૃષ્ણ ભગવાનની લીલાઓનું વર્ણન ચોવસ અવતારોનું વિસ્તૃત દર્શન કરાવ્યું હતું. ભગવાન મોક્ષ અને અભયના સ્વામી છે. કથાના આચાર્ય પદે શાસ્ત્રી સાગર રાજગોર અને મીત જોષી તેમજ આયોજક ડો. શશિકાંત આચાર્યે વ્યવસ્થા સંભાળી હતી. 
--------

Comments

COMMENT / REPLY FROM