ગાંધીધામમાં ગાંજાના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા, એ-ડિવિઝન પોલીસનો સપાટો!
ચાવલા ચોક નજીક શિવમંદિર પાસે દરોડો પાડી ૨૪૪ ગ્રામ ગાંજો ઝડપાયો; નીતાબેન રાજુભાઈ કોલી સહિત અન્યની શોધખોળ, ૫૨,૫૦૦નો મુદ્દામાલ કબજે
ગાંધીધામ - કચ્છઉદય : ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે ‘SAY NO DRUGS’ અભિયાન અંતર્ગત ચાવલા ચોક નજીક શિવમંદિર પાસે દરોડો પાડી ૨૪૪ ગ્રામ ગાંજાના જથ્થા સાથે સિદ્દીક ઉર્ફે છપ્પર જુમાભાઈ ચાવડા (ઉ.વ.૩૫, રહે. મિયાણીવાસ, કિડાણા) અને કાસમ ઉર્ફે ગુડબો જુમાભાઈ સોઢા (ઉ.વ.૨૧, રહે. સાલ ફળિયું, મીઠી રોહર)ને ઝડપી પાડ્યા હતા. જ્યારે નીતાબેન રાજુભાઈ કોલી (રહે. ઇન્દિરાનગર, ગાંધીધામ) તથા તપાસમાં સામે આવે તેવા અન્ય આરોપીઓને પકડવાના બાકી છે.
પોલીસે ગાંજો, બે મોબાઇલ ફોન, રોકડ રૂ.૧,૮૦૦, ૧૨ પ્લાસ્ટિકની કોથળીઓ અને સુઝુકી એક્સેસ મોટરસાઇકલ સહિત કુલ રૂ.૫૨,૫૦૦નો મુદ્દામાલ કબજે કરી NDPS એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડ તથા સર્વેલન્સ સ્ટાફે કરી હતી.

Comments