કંડલા મરીન પોલીસને ઘરફોડ ચોરીના ગુનામાં મોટી સફળતા, એક આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો
ગાંધીધામના નાડીયાદી પુલ પાસે રહેતા જફર ઓસમાણભાઈ માણેકની ધરપકડ, ત્રણ મોબાઈલ સહિત કુલ રૂ. ૪.૬૩ લાખનો મુદ્દામાલ ચોરી કર્યાનો ગુનો ઉકેલાયો
ગાંધીધામ : કંડલા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે આરોપી જફર ઓસમાણભાઈ માણેક (ઉં.વ. ૧૮, રહે. નાડીયાદી પુલ પાસે, જકરવાડી ખારીરોહર, ગાંધીધામ) ને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૪,૬૩,૦૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ-ભુજ ચિરાગ કોરડિયા સાહેબ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબ તથા અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ કંડલા મરીન
પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.બી. વસાવાની આગેવાનીમાં પોલીસ સ્ટાફે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો.

Comments