Trending News
ક્રાઈમ

દેશમાં ૬૭ લોકો સાથે ઓનલાઈન ઠગાઈ કરી લાખો રૂપિયા માધાપરની બેંક ખાતામાં ઠલવાયા

16 November



માધાપરની એકસીસ બેંકમાં સાયબર ફ્રોડના ૭૬.પ૪ લાખ રૂપિયા જમા થયાનો ખુલાસો : મ્યુલ એકાઉન્ટ ભાડે આપી નિર્દોષ લોકોના ખાતા ખાલી કરનારા સાયબર ચીટરો પકડાતા જ નથી 

ભુજ - કચ્છઉદય : કચ્છ સહિત સમગ્ર રાજયમાં ઓનલાઈન ઠગાઈના બનાવ વધી રહ્યા છે. ખાસ કરીને અલગ અલગ સ્કીમ અને લીંક મોકલી ઓનલાઈન ઠગાઈ કરી પળવારમાં બેંક ખાતા સાફ કરી આ રકમ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને ત્યાંથી પણ તાત્કાલિક ઉપાડી લેવામાં આવે છે. જેથી પોલીસ રકમ ફ્રીઝ કરે તે પહેલા ખાતા ખાલી હોય છે. પરીણામે લોકોને રૂપિયા પરત મળતા નથી. મ્યુલ એકાઉન્ટ ભાડે આપવાનો ટ્રેન્ડ વધ્યો છે. ભૂતકાળમાં કચ્છના ઘણા લોકો પકડાયા છે. ત્યારે ભુજ તાલુકાના માધાપર ગામમાં આવેલ એકસીસ બેંકમાં ઓનલાઈન ઠગાઈના રૂપિયા જમા કરવામાં આવ્યા હતા.  આ અંગે માધાપર પોલીસમાંથી મળતી વિગતો મુજબ અલગ અલગ ૬૭ લોકો સાથે છેતરપીંડી કરવામાં આવી હતી. તેની પાસેથી મેળવેલા સાયબર ફ્રોડના નાણા માધાપર એકસીસ બેંકના ખાતામાં જમા કરવામાં આવ્યા હતા. અલગ અલગ રાજયોમાં ઠગાઈ કરવામાં આવી હતી. આ ખાતામાં કુલ્લ ૭૬,પ૪,૮૦૦ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા. સાયબર ક્રાઈમ ભુજ દ્વારા કરવામાં આવેલી તપાસમાં હકીકતો સામે આવી હતી. જેથી સરકાર તરફે માધાપર પોલીસમાં ગુનો દાખલ કરાવી આ કૃત્યમાં સંડોવાયેલા ઈસમોને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Comments

COMMENT / REPLY FROM