Trending News
ક્રાઈમ

ભુજના શખ્સને બે પિસ્તોલ-કારતૂસ પહોંચાડવા આવતો કેરિયર ઝડપાયો

27 October

મહારાષ્ટ્રથી કચ્છમાં હથિયારો પહોંચાડવાનું કનેક્શન સામે આવ્યું



અમદાવાદના સીટીએમ એક્સપ્રેસ-વે ટોલટેક્સ પાસેથી મહારાષ્ટ્રના યુવકની ધરપકડ : રૂ. ૬૧ હજારનો મુદ્દામાલ જપ્ત; હથિયાર મંગાવનાર ભુજના શખ્સની શોધખોળ


ભુજ - કચ્છઉદય : કચ્છમાં હથિયારો પહોંચાડવાના કથિત કનેક્શનમાં અમદાવાદની રામોલ પોલીસે મહારાષ્ટ્રના એક યુવકને બે દેશી પિસ્તોલ અને બે જીવતા કારતૂસ સાથે ઝડપી લીધો છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી આ હથિયારો ભુજના સાજીદ સતાર નોડેને પહોંચાડવા આવી રહ્યો હતો. 
પોલીસે રૂ. ૬૧ હજારનો મુદ્દામાલ જપ્ત કરી હથિયાર આપનાર મહારાષ્ટ્રના ઉબેત અંસારી અને મંગાવનાર સાજીદ નોડેને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, મહારાષ્ટ્રના માલેગાંવના રહેવાસી ઝાકીરબેગ મીરઝાને હથિયારો પહોંચાડવાના બદલામાં રૂ. ૩ હજાર કમિશન ઉપરાંત આવવા-જવાનો ખર્ચ આપવાનું નક્કી કરાયું હતું. બાતમીના આધારે રામોલ પોલીસે સીટીએમ એક્સપ્રેસ-વે ટોલટેક્સ પાસેથી તેને ઝડપી પાડ્યો હતો. આ મામલે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી હથિયારોની હેરફેરના કનેક્શન અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

 

Comments

COMMENT / REPLY FROM