Trending News
સ્થાનિક સમાચાર

પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા હેડ કોન્સ્ટેબલના પરિવાર માટે ફાળાની રકમ અર્પણ

26 October



ગાંધીધામ - કચ્છઉદય : તાજેતરમા રાપર પોલીસ સ્ટેશનમાં ૧૧૨મા ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કાંતિસિંહ રાજપુતનું ચાલુ ફરજ દરમિયાન હદયરોગનો હુમલો આવતા દુઃખદ અવસાન થયું હતું. દુઃખદ અવસાનથી તેમના પરિવારને આર્થિક રીતે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ફાળો એકઠો કરવામાં આવ્યો હતો, જેમાં રૂપિયા ૧૪,૧૬,૮૪૦ એકઠો થયો હતો. આ રકમ જિલ્લા પોલીસવડા કચેરી ખાતે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસવડા સાગર બાગમારના હસ્તે કાંતિસિંહ રાજપુતના પુત્ર ઉમેદસિંહ રાજપુતને અર્પણ કરવામાં આવી હતી. મરણ જનાર કાંતિસિંહના ભાઈ તથા તેમના પિતા અને રાપર પીઆઇ આર.એલ. ખટાણા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
----

Comments

COMMENT / REPLY FROM