Trending News
ક્રાઈમ

નખત્રાણામાં કેબલ ચોરી કરનારા ભુજના ત્રણ શખ્સ પકડાયા

27 October



ભુજ - કચ્છઉદય : નખત્રાણા વિસ્તારમાં કેબલ ચોરી બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ શખ્સોેની અટક કરવામાં આવી છે. એલસીબીએ ભુજમાં જુની બકાલી કોલોનીમાં રહેતા કાસમ અબ્દુલ્લા ચંગલ, અંજલીનગરમાં રહેતા ઈશબ ઉર્ફે સદામ દાઉદ દરાડ અને ગોપાલ રામચંદ્ર તલવારીને ઝડપી લીધા હતા. તેઓ પાસેથી ર૦પ૦ કિલો એલ્યુમીનીયમના વાયર, કિંમત રૂા. ર,૦પ,૦૦૦ તથા પાંચ લાખની મહિન્દ્રા પીકઅપ ગાડી નંબર જીજે ૧ર સીવી ૧૦૭૦ કબજે કરવામાં આવી હતી. 
 

Comments

COMMENT / REPLY FROM