મુંદરા તાલુકાના રાઘા ગામે એલસીબીનો સપાટો : સાદી માટીની ખનીજ ચોરી પકડાઈ
એસપી વિકાસ સુંડા અને એએસપી ગૌતમ વિવેકાનંદનની ખનીજ ચોરો સામે લાલઆંખ
સ્થળ પર રોયલ્ટી કે કાંંટા પાવતી ન મળી આવતા ર૮.૩૩૦ ટન મોરમ અને ડમ્પર તેમજ હિટાચી મશીન કબજે કરાયું : જપ્ત કરાયેલા વાહનો પ્રાગપર પોલીસ સ્ટેશને રખાવાયા : ફલાઈંગ સ્કવોડનેે રીપોર્ટ મોકલાયો
ભુજ - કચ્છઉદય : મુંદરા તાલુકાના રાઘા ગામની સીમમાં આવેલ જમીનમાં ગેરકાયદે રીતે સાદી માટી (મોરમ)નો જથ્થો ખનન કરી સંગ્રહ કરવામાં આવતો હોવાની બાતમીના આધારે ભુજ એલસીબી દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા અને મુંદરાના એએસપી ગૌતમ વિવેકાનંદન દ્વારા ખનીજ ચોરો સામે કાર્યવાહી કરવાની સુચના અપાતા એલસીબી પીઆઈ એ. એમ. મકવાણાના માર્ગદર્શનમાં ટીમ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું. દરમ્યાન મુંદરા તાલુકાના રાઘા ગામની સીમમાં આઈવામાં સાદી માટીનો જથ્થો ભરેલો છે, એ બાતમીના આધારે વાહનને અટકાવી ચાલક પત્રીના વિજયસિંહ ગુમાનસિંહ રાઠોડ પાસે માલની રોયલ્ટી કે કાંટા પાવતી માંગતા મળી આવી ન હતી. માલ ભરવા માટે હિટાચી મશીન મળી આવ્યું હતું. જેના ચાલક મુળ યુપી હાલે ગામમાં રહેતા રજનીશ મીઠાઈલાલ પાલ પાસે ખોદકામ બાબતે કોઈ પરમીટ મળી ન હતી. જેથી બન્ને વાહનો ડીટેઈન કરી પ્રાગપર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા હતા. જયારે મોરમ પણ કબજે કરવામાં આવી હતી. આ બાબતે ફલાઈંગ સ્કવોડને રીપોર્ટ મોકલવામાં આવ્યો હતો. આ કામગીરીમાં એલસીબી પીઆઈ એ. એમ. મકવાણા, પીએસઆઈ જે. બી. જાદવ, એમ. એચ. સીણોલ, તેમજ એએસઆઈ પ્રદ્યુમનસિંહ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ દર્શનભાઈ રાવલ, મહેશભાઈ ચૌહાણ, સહિતના જોડાયા હતા.

Comments