રાપર તાલુકાની પાંચ પ્રાથમિક શાળાઓના મ.ભો. કેન્દ્રોના સંચાલકોની જગ્યાઓ માટે અરજીઓ મંગાવાઈ
રાપર - કચ્છઉદય : રાપર તાલુકાની કુડાજામપર પ્રાથમિક શાળા, સાયરાવાડી પ્રાથમિક શાળા, ડેડરવાવાડી પ્રાથમિક શાળા, ખારીયાવાંઢ પ્રાથમિક શાળા અને કમુઆરાવાંઢ પ્રાથમિક શાળાઓમાં પ્રધાનમંત્રી પોષણ યોજના કેન્દ્રો પર વર્ષ ૨૦૨૬-૨૭ ના પ્રથમ શૈક્ષણિક સત્ર માટે ખાલી પડેલ ૫ મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલકોની જગ્યા પર તદ્દન હંગામી ધોરણે નવી નિમણુંક કરવામાં આવશે. આ માટે નિયત નમુનામાં તા.૨૨/૧૦ સુધીમાં અરજીઓ મંગાવવામાં આવી છે. પ્રધાનમંત્રી પોષણ યોજનાના સંચાલકની નિમણૂક સરકારના ધારાધોરણો મુજબ ચકાસણી કરી લાયકાતના આધારે આપવામાં આવશે. અરજી ફોર્મ, લાયકાત અને ખાલી કેન્દ્રોની વિસ્તૃત યાદી મામલતદારની કચેરી રાપર ખાતેથી મેળવી શકાશે તેમ રાપર મામલતદાર દ્વારા જણાવાયું છે.
---------

Comments