સ્મૃતિવન પાસેનો જમ્પર વાહનચાલકો માટે જોખમરૂપ
રાત્રે જમ્પર દેખાતો ન હોવાથી અકસ્માતની ભીતિ, તંત્ર દ્વારા નિશાની કરવાની માંગ
ભુજ-કચ્છઉદય : ભુજમાં સ્મૃતિવનના પ્રવેશદ્વાર નજીક આરટીઓ તરફ જતા માર્ગ પર બનાવવામાં આવેલા જમ્પર પર સફેદ પટ્ટા કે અન્ય કોઈ સ્પષ્ટ નિશાની ન હોવાથી વાહનચાલકોની મુશ્કેલી વધી છે. જમ્પર દૂરથી દેખાતો ન હોવાથી વાહનચાલકોને અચાનક ગતિ ધીમી કરવી પડે છે, જેના કારણે અકસ્માત થવાની શક્યતા રહે છે.
ખાસ કરીને રાત્રિના સમયે અને ઓછા પ્રકાશમાં જમ્પરનો અંદાજ ન આવતાં વાહનચાલકો માટે જોખમ ઊભું થાય છે. આ માર્ગ પર દરરોજ અનેક વાહનોની અવરજવર રહેતી હોવાથી જમ્પર પર સ્પષ્ટ નિશાની હોવી જરૂરી છે. સંભવિત અકસ્માતોને અટકાવવા માટે સંબંધિત તંત્ર દ્વારા જમ્પર પર સફેદ પટ્ટા દોરવામાં આવે તેમજ રાત્રે પણ તે સ્પષ્ટ દેખાય તે માટે પરાવર્તક પટ્ટા લગાવવામાં આવે તેવી માંગ ઊઠી છે. તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો વાહનચાલકોની સલામતી જળવાઈ શકે છે.
--------

Comments