Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ કચ્છ વિભાગ દ્વારા ૧૭ ડિસેમ્બરથી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ યોજાશે 

14 October



ભુજ-કચ્છઉદય : કચ્છ જિલ્લાના પાટનગર તીર્થભૂમિ ભુજ શહેરની પવિત્ર ધરા પર ધર્મ, શ્રધ્ધા, આસ્થા, ભક્તિ આધ્યાત્મિક કથાના શ્રવણ દ્વારા  સનાતન ઋષિ પરંપરા વૈદિક ધર્મની દિવ્ય જયોત પ્રગટાવી ભારતીય  સંસ્કૃતિને ઉજાગર કરવાના ઉદેશ તીર્થભૂમિ ભુજ શહેરના  ટીનસીટી ગ્રાઉન્ડ મુન્દ્રા રોડ મધ્યે ભવ્ય શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ  કથા આગામી તા. ૧૭ ડિસેમ્બરથી ર૩ ડિસેમ્બર ર૦ર૬ દરમ્યાન સવારે ૯ થી ૧નો સમય અને બપોરના મહાપ્રસાદ સાથે યોજાશે. વ્યાસપીઠ ઉપર જાણીતા સુપ્રસિધ્ધ વિદ્વાન ભાગવતાચાર્ય પરમ  પૂજય નાનાલાલ રાજયગુરૂ (મહુવાવાળા) રહેશે. આ આયોજન પ્રારંભ સ્વરૂપે આશીર્વાદ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતઃ અધ્યક્ષ શશીકાંતભાઈ પટેલ અને તેમની સાથે પ્રગ્નેશ ચોથાણી રાજેશભાઈ જેઠી, ચેતનભાઈ ઠક્કરને આપવામાં આવ્યો હતો.
પુજય નાનાલાલ રાજયગુરૂ ઘણા વર્ષોથી શ્રીમદ્‌ ભાગવત અને રામાયણ કથા દ્વારા ગુજરાત અને દેશભરમાં સનાતન વૈદિક ધર્મ સંસ્કૃતિ અને ભગવાન શ્રીકૃષ્ણ, ભગવાન શ્રી રામના આધ્યાત્મિક દિવ્ય સંદેશનો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. પુજય નાનાલાલ રાજયગુરૂની વ્યાસપીઠે યોજાનાર ભાગવત કથા ઐતિહાસિક કચ્છની ધરતી પર શ્રધ્ધા, ભક્તિ, આસ્થા દ્વારા વિદેશ મહત્વ ધરાવશે. 
સાત દિવસ ચાલનારા આ યજ્ઞમાં ભાગવતના પ્રસંગો અને ભગવાન શ્રી યોગેશ્વર શ્રી કૃષ્ણનું ધાર્મિક, આધ્યાત્મિક જીવન ચરિત્રની સાથેભારતનો ભવ્ય ઈતિહાસ આપણા ધાર્મિક ગ્રંથો વેદ, ઉપનિષદ, ગીતા રામાયણ, પુરાણોનું દર્શન અને શ્રવણનો  લાભ ભુજ શહેર અને કચ્છ જિલ્લાની ધર્મપ્રિય ભાવિકોને પ્રાપ્ત થશે.
આ દિવ્ય સમારોહમાં કથા શ્રવણ માટે આવનારા સર્વે ભક્તજનો માટે બપોરના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યુૃ છે.  આ કથા ભક્તિ, ધર્મ, શ્રધ્ધા, સંસ્કાર અને આધ્યાત્મિક જ્ઞાનગંગાનો વિશાળ સંગમ બનશે. આ કથાનો મુખ ઉદેશ સરહદી કચ્છમાં ગાય માતાનું મહત્વ, કચ્છની સુખાકારી, સદ્‌ભાવના, શાંતિ, સેવા, સુરક્ષા, સમૃધ્ધિ ધાર્મિક સંસ્કાર અને કચ્છનો ભવ્ય ઈતિહાસ ઉજાગર થાય તેવા ઉદેશ સાથે વિશાળ  આયોજન સમાજના દાનવીર શ્રેષ્ઠીઓના સહયોગથી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવી રહ્યુૃ છે. આ શ્રીમદ્‌ ભાગવત કથાને કચ્છ સ્ટેટના મહારાણી પ્રિતિદેવી સાહેબના આશીર્વાદ સાથે ખુબ ખુબ શુભેચ્છા પ્રાપ્ત થઈ છે. 
આ કથામાં સમાજ શ્રેષ્ઠી ગોવિંદભાઈ ભાનુશાલી,  જીતુભાઈ  શાહ, કલ્પેશભાઈ પુજારા, કલ્પનાબેન ચોથાણી, કાકુભાઈ ઠક્કર, બળવંતસિંહ વાઘેલા, ગાંધીધામના મોહન ધારશી ઠક્કરનો વિશેષ સહયોગ મળી રહ્યો છે. આ અવસરને પુર્ણ સફળતા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના શશીકાંતભાઈ પટેલ, પ્રગ્નેશ ચોથાણી, રાજેશભાઈ જેઠી, ચેતનભાઈ શેઠીયા, વિનોદ રામજીયાણી,  હરજીવન ખોયલા,  કરસનભાઈ આહીર, બાબુભાઈ આહીર, કમલેશભાઈ ઠક્કર, હરેશ પુરોહિત, રણછોડ કેરાસીયા, વાઘજીભાઈ ડાંગર અને રાષ્ટ્રીય બજરંગદળના ગીરીરાજસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા,  વિનોદભાઈ સૂર્યવંશી, નાનજીભાઈ દવે વિ. જહેમત ઉઠાવી રહ્યા છે.
શ્રીમદ્‌ ભાગવત જ્ઞાનયજ્ઞના મહાપ્રસાદના વિશાળ આયોજનને પહોંચી વળવા માટે રઘુવંશી ઉત્કર્ષ મંડળના પ્રમુખ કલ્પેશભાઈ ઠક્કર, મનોજ સોનપાર, દિલીપભાઈ ઠક્કર અને તેઓની કાર્યકરોની ટીમ સેવા આપવા તત્પર છે. કથાની તડામાર તૈયારી આરંભાઈ ચુકી છે. ભુજ શહેર અને કચ્છની ધર્મપ્રિય શ્રધ્ધાળુઓને મોટી સંખ્યામાં કથાનું શ્રવણ અને મહાપ્રસાદનો લાભ લેવા જાહેર નિમંત્રણ આપવામાં આવે છે.
-----

Comments

COMMENT / REPLY FROM