Trending News
સ્થાનિક સમાચાર

લાખોંદ ગામમાં બાળાઓએ જીવંત રાખી શેરી ગરબાની પરંપરા

14 October



લાખોંદ-કચ્છઉદય : ભુજ તાલુકાના લાખોંદ ગામમાં નવરાત્રિ દરમિયાન નાની બાળાઓ દ્વારા શેરીએ શેરીએ ફરીને ગરબા ગાવાની પરંપરા આજે પણ જીવંત રહી છે. નવરાત્રિના પાવન દિવસોમાં બાળાઓ માથે ગરબો લઈને ગામની શેરીઓમાં તથા ઘરે-ઘરે જાય છે અને ભક્તિભાવપૂર્વક ગરબાનાં ગીતો ગાઈને માતાજીની આરાધના કરે છે. બાળાઓની આ પરંપરાને ગામલોકો પણ ઉત્સાહપૂર્વક આવકારે છે. ગરબા ગાવા બદલ તેમને ઘી, પીપર, ચોકલેટ સહિતની વસ્તુઓ ભેટસ્વરૂપે આપવામાં આવે છે. આ પરંપરામાં માત્ર ધાર્મિક શ્રદ્ધા જ નહીં, પરંતુ બાળપણથી જ સંસ્કાર, સામૂહિક ભાવના અને લોકસંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ પણ જોવા મળે છે. આધુનિક સમય વચ્ચે ગામડાંની આ આગવી પરંપરા નવરાત્રિના ઉત્સવને વિશેષ રંગ આપે છે. 
---------

Comments

COMMENT / REPLY FROM