કુકમા પાસે ગાડીનો કાચ તોડી ૧.૮૦ લાખ રોકડા અને લેપટોપ તફડાવાયું
રાતના પોણા એકથી બે વાગ્યા દરમ્યાન બન્યો બનાવ : છ બેંકોની ચેકબુક, પાસબુક, પેનડ્રાઈવ સહિતનો મુદ્દામાલ પણ તસ્કરો ઉઠાવી ગયા
ભુજ - કચ્છઉદય : શેખપીર - કુકમા ત્રણ રસ્તા પાસે ચામુંડા ટી સ્ટોલની બાજુમાં કુકમા સ્ટોપ પર ગાડીનો કાચ તોડી રોકડા રૂા. ૧.૮૦ લાખ તથા લેપટોપ ચોરી જવામાં આવ્યું હતું. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ફરિયાદી મુળ મોરબીના હાલે માધાપરના ઘનશ્યામનગરમાં રહેતા અલ્પેશભાઈ લાલજીભાઈ કુંડારીયાએ જણાવ્યું કે, આ બનાવ ૧૦ તારીખે રાત્રે પોણા એક થી બે વાગ્યા દરમ્યાન બન્યો હતો. તેમની ખુલ્લામં પાર્ક કરેલી વેન્યુ ગાડી નંબર જી.જે.૩૬ એસી ર૩૪૮ નો ડ્રાઈવર સાઈડનો પાછળનો કાચ તોડી તેમાંથી ડેલ કંપનીનું ૧૦ હજારનું લેપટોપ અને ૧.૮૦ લાખ રોકડા ચોરી જવામાં આવ્યા હતા. તેમજ મહિન્દ્રા કોટક બેંક, એકસીસ બેંક, એસબીઆઈ બેંક તેમજ આરડીસી બેંકની સહી વગરની ચેકબુક અને પાસબુક તેમજ તેમના પિતાના આરડીસી બેંક અને પત્નિના એસબીઆઈ બેંકની ચેકબુક તથા પ્લાસ્ટિકના સ્ટેમ્પ, જય બહુચર રીવાઈડીંગનું સ્ટેમ્પ, કંપનીના રજીસ્ટર, ડીજીટલ સાઈન વાળી પેનડ્રાઈવ સહિતના દસ્તાવેજો ચોરી જવામાં આવ્યા હતા. જે બાબતે પધ્ધર પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Comments