ફટાકડા વેચાણના હંગામી લાયસન્સ માટે ગાંધીધામ મામલતદારની કચેરીએ ૨૩ ઓક્ટોબર સુધીમાં અરજી કરવી
ભુજ - કચછઉદય : ગાંધીધામ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદારની અખબારીયાદી અનુસાર આગામી દિવાળીના પર્વ દરમિયાન ગાંધીધામ શહેરમાં અને શહેરની બહાર ખુલ્લા મેદાનમાં ફટાકડાના વેચાણ માટે હંગામી લાયસન્સ આપવાના રહે છે.
આ માટે જે વિક્રેતાઓ અને અરજદારો હંગામી લાયસન્સ મેળવવા માંગતા હોય, તેઓએ મામલતદાર કચેરી, ગાંધીધામ ખાતેથી નિયત અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે. અરજદારોએ ભરેલા ફોર્મની સાથે નિયત નમૂનાનું સોગંદનામું, નિયત સ્ક્રુટીની ફી અને લાયસન્સ ફીના ચલણ સહિતની ધોરણસરની અરજી તૈયાર કરવાની રહેશે. આ સંપૂર્ણ અરજી મામલતદાર કચેરી, ગાંધીધામ ખાતે આગામી તારીખ ૨૩/૧૦ સુધીમાં કચેરીના કામકાજના સમય દરમિયાન જમા કરાવવાની રહેશે. નિયત તારીખ અને સમય બાદ આવેલી અરજીઓને ધ્યાનમાં લેવામાં આવશે નહીં, જેની સંબંધિત નોંધ લેવા મામલતદાર ગાંધીધામ દ્વારા જણાવાયું છે.
-----------

Comments