નવરાત્રિમાં ખોડીયાર માતાજીની ભક્તિમાં લીન જીતુગિરિ બાવાજીની કઠિન તપસ્યા
દેવપર-કચ્છઉદય : નવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે દેવપરના યક્ષ ખોડીયાર માતાજીના પૂજારી જીતુગીરી બાવાજી માતાજીની આરાધનામાં લીન થઈ કઠિન તપસ્યા કરી રહ્યા છે. તેઓ માતાજીના નામના સવા લાખ મંત્રજાપનું અનુષ્ઠાન કરી દિવસ-રાત અખંડ ધૂણા પાસે બેસીને ભક્તિ અને સાધના કરી રહ્યા છે. નવરાત્રિ દરમિયાન તેમની આ અખંડ સાધના માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક બની છે.
--------

Comments