Trending News
સ્થાનિક સમાચાર

માતાના મઢ ખાતે ‘શક્તિ પર્વ’ નિમિત્તે પારંપરિક ગરબા યોજાશે

13 October


૧૪મી ઓક્ટોબરે નામાંકિત કલાકારો દ્વારા પારંપરિક શેરી ગરબાની કરાશે પ્રસ્તુતિ

માતાનામઢ - કચ્છઉદય : ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર, કચ્છ તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, કચ્છ-ભુજ દ્વારા સંયુક્ત રીતે ‘શક્તિ પર્વ’ નિમિત્તે માતાનામઢ ખાતે નવરાત્રિ રાસ-ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના શક્તિપીઠ સ્થળોની મુલાકાત લેતા પર્યટકોને સાંસ્કૃતિક વારસાની વિભિન્ન ઝાંખી મળી રહે તથા પવિત્ર યાત્રાધામને પારંપરિક શેરી ગરબા દ્વારા વધુ ઉર્જાવાન બનાવી શકાય તેવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સાંસ્કૃતિક કાર્યક્રમ અને શેરી ગરબાનું આયોજન તારીખ ૧૪/૧૦ના રોજ સાંજે ૮ કલાકથી માતાનામઢ ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં નામાંકિત કલાકારો દ્વારા પારંપરિક ગરબાની પ્રસ્તુતિ કરવામાં આવનાર છે. આ ભવ્ય અને ભાતીગળ ગરબા કાર્યક્રમમાં પધારવા તેમજ તેનો બહોળી સંખ્યામાં લાભ લેવા માટે જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
------

Comments

COMMENT / REPLY FROM