Trending News
સ્થાનિક સમાચાર

પાલારાના સેવાશ્રમોમાં માનસિક દિવ્યાંગ ભાઈ-બહેનો પણ ગરબે ઘૂમ્યા

13 October


નવરાત્રી પર્વે વિવિધ મહિલા મંડળોની બહેનો સાથે રાસ-ગરબાની રમઝટ બોલાવી

ભુજ - કચ્છઉદય : માનવજ્યોત સંસ્થા, ભુજ સંચાલિત રામદેવ સેવાશ્રમ તથા એમ.એલ. ભક્તા વડીલોનો વિસામો, પાલારા મધ્યે નવરાત્રી પર્વની અનોખી ઉજવણી થઈ રહી છે. દરરોજ સાંજે ૫ થી ૭ વાગ્યા દરમિયાન યોજાતા રાસ-ગરબામાં માનસિક દિવ્યાંગ ભાઈ-બહેનો પણ નવાં વસ્ત્રોમાં સજ્જ થઈ હોંશે હોંશે ગરબે ઘૂમી રહ્યા છે.
પાલારાના સેવાશ્રમોમાં દરરોજ વિવિધ મહિલા મંડળોની બહેનો પહોંચી માનસિક દિવ્યાંગોને પોતાની સાથે રાસ-ગરબામાં જોડે છે. રઘુવંશી મહિલા મંડળ-રઘુવંશીનગર, નારીશક્તિ મહિલા મંડળ-માધાપર, જલારામ સત્સંગ મંડળ-માધાપર, ક્રિશિવ ફાઉન્ડેશન-ભુજ, પ્રેરણા મહિલા મંડળ-ભુજ, પિંગલેશ્વર પૂનમ ગ્રુપ, સર્વોદય મહિલા મંડળ, શ્રી મહાકાળી મહિલા મંડળ-વર્ધમાનનગર, પરજીયા બ્રહ્મ સમાજ મહિલા મંડળ સહિત વિવિધ મહિલા મંડળો રાસ-ગરબામાં સહભાગી બન્યાં હતાં. આયોજનની વ્યવસ્થા પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી તથા સહદેવસિંહ જાડેજા સંભાળી રહ્યા છે.
---------

Comments

COMMENT / REPLY FROM