Trending News
સ્થાનિક સમાચાર

ભુજ આરટીઓ દ્વારા પસંદગીના નંબર માટેની ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝનું રી-ઓક્શન કરાશે

13 October



ભુજ - કચ્છઉદય : પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભુજ-કચ્છની અખબારી યાદી મુજબ અત્રેની કચેરીમાં ટુ-વ્હીલર, એલએમવી કાર અને ટ્રાન્સપોર્ટ વાહનો, થ્રી વ્હીલર પેસેન્જર વાહનો, સ્પેશિયલ વ્હીકલ - કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ વાહનોમાં અગાઉની સિરિઝમાં બાકી રહેલ ગોલ્ડન અને સિલ્વર નંબરોનું રી-ઓક્શન કરવામાં આવનાર છે.  ઇ-ઓક્શન પ્રક્રિયા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન તા.૨૨/૧૦ના રોજ સાંજે ૪ કલાકે શરૂ થશે અને રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તા.૨૪/૧૦ના સાંજે ૪ કલાક સુધી રહેશે. ઇ-ઓક્શનની શરૂઆત તા.૨૪/૧૦ના સાંજે ૪ કલાકે થશે અને ઓકશન તા.૨૬/૧૦ના સાંજે ૪ કલાકે સમાપ્ત થશે. સુવર્ણ (ગોલ્ડન) નંબર માટે ફી ૨-વ્હીલર અને થ્રી વ્હીલર પેસેન્જર વાહન માટે રૂ. ૮૦૦૦ તથા અન્ય વાહનો માટે રૂ. ૪૦૦૦૦ રહેશે. જ્યારે રજત (સિલ્વર) નંબર માટે ફી ૨-વ્હીલર અને થ્રી વ્હીલર પેસેન્જર વાહન માટે રૂ. ૩૫૦૦ તથા અન્ય વાહનો માટે રૂ. ૧૫૦૦૦ રહેશે. 
--------

Comments

COMMENT / REPLY FROM