Trending News
સ્થાનિક સમાચાર

સ્વાસ્થ્ય અને ફિટનેસને પ્રોત્સાહન આપવા કચ્છમાં ‘સિનિયર સિટીઝન રમતગમત સ્પર્ધા-૨૦૨૬’નું થશે આયોજન

13 October




ભાગ લેવા ઈચ્છુક સિનિયર સિટિઝનોએ ૩૦મી ઓક્ટોબર સુધીમાં અરજી કરીને પ્રવેશપત્ર મેળવી લેવાના રહેશે

ભુજ - કચ્છઉદય : ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સ્પોર્ટ્‌સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, કચ્છ-ભુજ દ્વારા ‘સિનિયર સિટીઝન રમતગમત સ્પર્ધા-૨૦૨૬’નું આયોજન કરવામાં આવનાર છે. આ સ્પર્ધામાં ૬૦ વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન ભાઈઓ અને બહેનો માટે એથ્લેટિક્સ, વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખેંચ અને ટેનિસબોલ ક્રિકેટ જેવી વિવિધ રમતો યોજાશે. સિનિયર સિટીઝનોનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે અને તેઓ રમતગમત વિભાગની પ્રવૃત્તિઓ સાથે સક્રિય રીતે જોડાય તેવા ઉમદા હેતુથી આ સ્પર્ધાઓનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા કચ્છ જિલ્લાના સિનિયર સિટીઝન ભાઈઓ-બહેનોએ નિયત નમૂનાનું પ્રવેશપત્ર જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, રૂમ નં. ૪૧૧, ત્રીજો માળ, બહુમાળી ભવન, ભુજ ખાતેથી મેળવી લેવાનું રહેશે. સ્પર્ધકોએ સંપૂર્ણ વિગતો સાથે ભરેલું ફોર્મ, ડૉક્ટરના ફિટનેસ સર્ટિફિકેટ તથા આધારકાર્ડની નકલ સાથે આગામી તા.૩૦-૧૦ સુધીમાં કચેરી ખાતે મોકલી આપવાનું રહેશે. નિયત સમયમર્યાદામાં આવેલા પ્રવેશપત્રોના સ્પર્ધકોને વિગતવાર કાર્યક્રમ અંગેની જાણ કરવામાં આવશે. જેની દરેક સ્પર્ધકે નોંધ લેવા તથા વધુ માહિતી માટે કચેરીનો સંપર્ક કરવા જિલ્લા રમતગમત અધિકારીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
------

Comments

COMMENT / REPLY FROM