Trending News
સ્થાનિક સમાચાર

ભારતીય જૈન સંગઠન - કચ્છ દ્વારા મંથન સામાજિક સંવાદના કાર્યક્રમો યોજાયા

13 October



ભુજ - કચ્છઉદય : ભારતીય જૈન સંગઠન અને બીજેએસ કચ્છ જિલ્લાના અધ્યક્ષ અને કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી હિતેશભાઈ ખંડોરના અધ્યક્ષ સ્થાને સમગ્ર જૈન સમાજ માટે એક મહત્વપૂર્ણ અને ચિંતનશીલ કાર્યક્રમ "મંથન - સામાજિક સંવાદ"નું આયોજન કચ્છના વિવિધ શહેરો અને ગામોમાં કરવામાં આવ્યું હતું.
આ સામાજિક સંવાદમાં  જૈન સમાજમાં સતત વધી રહેલી વૈવાહિક સમસ્યાઓ અને પડકારોને ઊંડાણપૂર્વક સમજીને તેના વ્યવહારુ ઉકેલો શોધવા તથા સમાજના અસ્તિત્વને ટકાવી રાખવા માટે જાગૃતિ લાવવી, સમાજમાં વધી રહેલા છૂટાછેડાના કિસ્સાઓ અટકાવવા તથા પરિવારોમાં પારિવારિક સુમેળ જળવાઈ રહે તે અંગે માર્ગદર્શન પૂરું પાડવું, આજના યુવા વર્ગમાં સંતાન ન કરવાની વધી રહેલી વૃત્તિ સામે સામાજિક અને પારિવારિક મૂલ્યોનું મહત્વ સમજાવવું, જૈન સમાજના તમામ સંપ્રદાયોના પરિવારો, યુવક-યુવતીઓ અને વરિષ્ઠ નાગરિકોને એક મંચ પર લાવી ખુલ્લા મને રચનાત્મક સંવાદ સાધવો વગેરે જેવા અનેક વિષયો પર ભારતીય જૈન સંગઠન - કચ્છના પ્રમુખ હિતેશભાઈ ખંડોરના નેતૃત્વ હેઠળ વિવિધ શહેરોમાં આયોજિત આ સામાજિક સંવાદમાં બીજેએસના રાષ્ટ્રીય પ્રવક્તા ડો. હર્ષિતા જૈન દ્વારા કચ્છના અલગ અલગ સેન્ટરો પર યોજાયેલ “મંથન - સામાજિક સંવાદ” કાર્યક્રમમાં માર્ગદર્શન આપાયેલ હતું.
માધાપર અને વર્ધમાન નગરચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે યક્ષ મંદિર, માધાપર ખાતે મંથન સંવાદનું આયોજન થયેલ હતું, જેમાં અધ્યક્ષ સ્થાને બીજેએસ કચ્છ જિલ્લાના પ્રમુખ હિતેશભાઈ ખંડોર તેમજ માધાપર અને વર્ધમાનનગરના સમસ્ત જૈન સમાજ અને જૈન સંઘોના વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા. માધાપર ચેપ્ટરના પ્રમુખ પ્રકાશભાઇ શાહ, વર્ધમાન નગર ચેપ્ટર પ્રમુખ હસમુખભાઇ વોરા, મંત્રી જેયુરભાઈ શાહ, ભુજ તાલુકા પ્રમુખ કેતનભાઈ શાહ, જિલ્લા બીજેએસના રાહુલભાઈ મહેતા વગેરેએ જહેમત ઉઠાવેલ હતી. સંચાલન માધાપર ચેપ્ટરના મંત્રી વીનેશભાઈ શાહે કરેલ હતું. આ કાર્યક્રમમાં મુ.પુ. જૈન સંઘના પ્રમુખ અશ્વિનભાઈ લોદરીયા, સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ વસંતભાઈ ભાભેરા, સંજયભાઈ મહેતા, દિપેશભાઇ મહેતા, ભુપેન્દ્રભાઈ શાહ,જગશીભાઇ મહેતા, કમલેશભાઈ કોરડીયા, નીતિનભાઈ મહેતા, ભુજ ચેપ્ટર પ્રમુખ ધીરેનભાઈ શાહ તેમજ સમસ્ત જૈન સમાજના કુલ ૩૦૦ થી વધારે લોકો ઉપસ્થિત રહેલ હતા. માધાપરના વિવિધ યુવક મંડળો અને મહિલા મંડળો દ્વારા ડો. હર્ષિતા જૈનનું સન્માન કરાયું હતું. 
ભારતીય જૈન સંગઠન માંડવી તથા વિશા ઓસવાલ જૈન ગુર્જર જ્ઞાતિ - માંડવી દ્વારા આયોજિત “મંથન સામાજિક સંવાદ” કાર્યક્રમમા ડૉ. હર્ષિતા જૈન દ્વારા જ્ઞાનવર્ધક અને માર્ગદર્શક માહિતી આપવામાં આવી હતી. ભારતીય જૈન સંઘટના અંજાર ચેપ્ટર દ્વારા આયોજિત આ કાર્યક્રમાં આજના સમયમાં સૌથી સંવેદનશીલ ગણાતા લગ્ન, પરિવાર અને યુવા પેઢી જેવા વિષયો પર પ્રખ્યાત વક્તા ડો. હર્ષિતા જૈન સાથે ખુલ્લા દિલે સંવાદ યોજાયો હતો.આ પ્રસંગે બીજેએસ અંજાર ચેપ્ટરના પ્રમુખે જણાવ્યું હતું કે, અમારો ઉદ્દેશ્ય માત્ર કાર્યક્રમ કરવાનો નહોતો, પણ સમાજના દરેક વર્ગ વચ્ચે સંવાદનો સેતુ બાંધવાનો હતો. આ પ્રસંગે જગદીશભાઈ સંઘવી, જયેશ શાહ, વિપુલભાઈ ભણસાલી, અતુલ વોરા, ધીરેન્દ્રભાઈ વોરા, કિરણ શાહ, મુકેશભાઈ શાહ, મહેન્દ્ર સંઘવી, સારિસભાઈ હરિયા, વણેચંદ ગઢેચા, વિરેન્દ્ર જોટા ઉપસ્થિત રહ્યા હતા.
મુંદરા ખાતે આયોજિત કાર્યક્રમમાં પણ પણ હર્ષિતાબેન જૈને માર્ગદર્શન આપંંયું હતું. આ પ્રસંગે ડૉ. મૌલિક બેલાણી તેમજ ડૉ. હેમાંગ શાહનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. નખત્રાણા ખાતે આયોજિત કાર્યક્રમમાં હર્ષિતાબેન જૈન અને વૈષ્ણવીબેને વૈવાહિક જીવન, પારિવારિક સંબંધો તથા વર્તમાન સામાજિક પડકારો અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં મકપટ સમાજના પ્રમુખ કેતનભાઈ શાહ, નખત્રાણા જૈન સંઘના ટ્રસ્ટીઓ પારસભાઈ મહેતા, જીતભાઈ શાહ અને ગિતેશભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નખત્રાણા બીજેએસ ચેપ્ટરના પ્રમુખ અને મંત્રી વૈરાગ શાહ તથા નખત્રાણા જૈન સંઘના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બીજેએસ કચ્છના અધ્યક્ષ હિતેશભાઈ ખંડોર, ગુજરાત ટીમના દીપક નહાર, શરદ શેઠ તેમજ નેશનલ ટીમે કચ્છના તમામ જૈન સંપ્રદાયોના પરિવારો, યુવાનો, યુવતીઓ અને વરિષ્ઠજનોને આ મહત્વપૂર્ણ સંવાદમાં મોટી સંખ્યામાં હાજર રહેવા  સમાજના ભવિષ્યને સુદ્રઢ બનાવવા સહભાગી થવા બદલ શુભેચ્છા પાઠવી હતી 
------------

Comments

COMMENT / REPLY FROM