Trending News
રમત જગત

ગુજરાત કોર્પોરેટ બેડમિન્ટન રણ ટુર્નામેન્ટમાં પુરૂષોમાં ઓફિસર્સ અને મહિલામાં ગાંધીનગર ચેમ્પિયન

19 September


ભુજમાં ઓફિસર્સ ક્લબ ખાતે ફોકિઆ અને અદાણી ના સહયોગથી બે દિવસીય ટુર્નામેન્ટ સંપન્ન

ભુજ - કચ્છઉદય : અહી ઓફિસર્સ ક્લબના યજમાનપદે અને ફોકિઆ (ર્હ્લંદ્ભૈંછ) ના સહયોગથી ભુજ ખાતે યોજાયેલ બે દિવસીય ગુજરાત કોર્પોરેટ બેડમિન્ટન રણ ૨૦૨૬ ટુર્નામેન્ટનું શાનદાર આયોજન થયું હતું. ટુર્નામેન્ટમાં રાજ્યભરની ૧૫ પ્રતિષ્ઠિત ઔદ્યોગિક સંસ્થાઓની કુલ ૩૩ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ૨૪ પુરૂષ અને ૯ મહિલા ટીમોના લગભગ ૧૯૦ ખેલાડિયોએ ભાગ લીધો હતો.
ફોકિઆ ના સીનિયર એક્સિક્યુટિવ શિવાની ભગતે જણાવ્યું  હતું કે કચ્છ અને ગુજરાતના કોર્પોરેટ વર્કફોર્સમાં રમત - ગમત દ્વારા ફિટનેસ જાળવવા પ્રત્યે જાગૃતિ આવે તથા જીતવાની ભાવનાને પ્રોત્સાહન મળે અને એક્સિક્યુટિવસ વચ્ચે સ્પોર્ટ્‌સ દ્વારા નેટવર્કિંગ અને ખેલ ભાવના મજબૂત થાય એવા હેતુ થી ફોકિઆ દ્વારા આ ટુર્નામેંટ ની સાતમી એડિશનને સહયોગ આપવામાં આવ્યો હતો. પુરૂષ વિભાગમાં ઓફિસર્સ ક્લબ-૧ વિજેતા રહી હતી. જયારે રનર્સ અપ જીયુવીએનએલ વડોદરા રહી હતી. મહિલા વિભાગમાં ગુજરાત સચિવાલય ગાંધીનગર વિજેતા અને રનર્સ અપ જીએસઈસીએલ બરોડા ટીમ થઇ હતી. 
ટુર્નામેન્ટ અદાણી ગ્રુપ દ્વારા પાવર્ડ, જ્યારે દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા અને વેલસ્પન ગ્રુપ દ્વારા દ્વારા કો-પાવર્ડ હતી. એસોસિએટ સ્પોન્સર તરીકે આશાપુરા ગ્રુપ અને એગ્રોસેલ જોડાયા હતા. આ સ્પર્ધા બે સ્થળે, ઓફિસર્સ ક્લબ, જુના ઉમેદ નગર, ભુજ અને સર્વોદય સ્પોર્ટ્‌સ કોમ્પ્લેક્સ, માધાપર ખાતે યોજાઈ હતી. આ ટુર્નામેન્ટમાં અમદાવાદ અને અંકલેશ્વર, સુરત, ભરૂચ, સન ફાર્મા બરોડા, ગુજરાત સચિવાલય ગાંધીનગર, ભુજ, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, અદાણી મુંદ્રા, દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા), મુંદ્રા, એગ્રોસેલ ભુજ, આશાપુરા ગ્રુપ ભુજ, વેલસ્પન અંજાર જેવી દિગ્ગજ ટીમો વચ્ચે રોમાંચક જંગ ખેલાયો હતો.
ઉદ્ઘાટન સમારોહમાં ફેમિલી કોર્ટ ભુજના પ્રિન્સિપાલ જજ જે.એ. ઠક્કર, અદાણીના એસોસિએટ જનરલ મેનેજર જૈનિલ પુરોહિત, આશાપુરા પર્ફોકલેના એચઆર હેડ  ડી.એસ. ત્રિપાઠી, ડીપીએના ટ્રાફિક ઇન્સ્પેક્ટર રાજેશસિંહ, કચ્છ ક્રોપ સર્વિસીસ પ્રા. લી.ના પરિણીતા ગોહિલ, એકોર્ડ હોસ્પીટલના ડાયરેક્ટર ડૉ. જ્ઞાનેશ્વર રાવ, ડીપી વર્લ્ડના સિનિયર મેનેજર એચઆર શિવભદ્રસિંહ જાડેજા, વેલસ્પનના મેહુલ મીઠાવાલા, ઓફિસર્સ  ક્લબના ભરત હાથી, બી.ડી. પ્રજાપતિ, ડૉ. દીપક સુથાર, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમાપન સમારોહમાં ઓફિસર્સ ક્લબના અરુણ જૈન, ડો. નવુભા સોઢા, આર.કે. મિશ્રા અને ઉજિત શુક્લા સહિતનાઓએ વિજેતાઓને ટ્રોફી એનાયત કરી હતી. સમાપન સમારોહમાં ઓએનજીસીના ખેલાડી પ્રદીપ પોલ આ વર્ષે નિવૃત્ત થતા હોવાથી મંચસ્થ મહેમાનો દ્વારા તેમનું બહુમાન કરવામાં આવેલું હતું. ટૂર્નામેન્ટ ગુજરાત બેડમિંટન અસોશિએશન અને કચ્છ ડિસ્ટ્રિક્ટ બેડમિંટન અસોશિએશનના નેજા હેઠળ યોજાઇ હતી.રેફરી તરીકે તેહમસ સુરતીએ સેવાઓ આપી હતી. આયોજનમાં કચ્છના રમત ગમતના વડા જ્યોતિબેન ઠાકુરે સહયોગ આપ્યો હતો. ઓફિસર્સ ક્લબના મહિપાલસિંહ ઝાલા, ઈરફાન સુમરા, નિશાંત પોમલ, સતીશ દાવડા, મેહુલ પટેલ, અજીત યાદવ,  વિનય દવે, ચેતનભાઇનો સહયોગ રહ્યો હતો. ઉદ્ઘાટન સમારોહ અને સમાપન સમારોહ ડોક્ટર શ્રુતિ ગળાએ સંભાળ્યું હતું. ફોકિઆ વતી ઓમ સોની અને ભરત બારોટે સહયોગ આપ્યો હતો.
-----

Comments

COMMENT / REPLY FROM