ભુજ ઈંગ્લિશ સ્કૂલ દ્વારા દબાણ દૂર કરવા બદલ વહિવટી તંત્રનો વ્યક્ત કરાયો આભાર
ભુજમાં હોસ્પિટલ રોડ ઉપર ભુજ ઈંગ્લિશ સ્કૂલ પાસે ઉભા રહેતા ખાણીપીણીના સ્ટોલ દૂર કરવા બદલ શાળા પરિવારે કલેક્ટર, ભુજ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરનો આભાર માન્યો હતો. શાળા પરિવાર દ્વારા જણાવાયું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી ખાણીપીણીના સ્ટોલને કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને અસર પડતી હતી. વહિવટી તંત્રની કુશળ કામગીરના લીધે આ ટ્રાફિક સમસ્યા દૂર થઈ છે અને શાળાના વિદ્યાર્થીઓ માટે રસ્તા સુરક્ષિત બન્યા છે તેવો ભાર દર્શાવાયો હતો.
------------------

Comments