Trending News

બારડોલી સુગરની ચૂંટણીમાં મોટો ઉલટફેરઃ પરિવર્તન પેન...

કચ્છમાં આઈટીની ટુકડી ત્રાટકી? ગાંધીધામ-મુંદરામાં પ...

પૂર્વ કચ્છ એલ.સી.બી.નો સપાટોઃ ભચાઉ અને ગાંધીધામમાં...

પર્યાવરણને બચાવવા કચ્છના યુવાનો આગળ આવે : અરજણ કાન...

ભુખી નદીમાં પ્રોજેક્ટના આંચળા હેઠળ અબજોની રેતીચોરી...

સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારિયાએ માતાનામઢ શિવાલય...

ભુજમાં સંગીતમય પ્રભુનેમિનાથ જન્મકલ્યાણકની ઉજવણી તથ...

મુન્દ્રાના ખારેક સંશોધન કેન્દ્ર ખાતે ૮૦માં સ્વાતંત...

માધાપર ખાતે આરોગ્ય કર્મચારીઓને વાહકજન્ય રોગ નિયંત્...

ભચાઉના વિભાગીય સંશોધન કેન્દ્ર ખાતે એક દિવસીય ખેડૂત...

ગુજરાતમાં પ્રથમ વખત યોજાયું ‘બેટી બચાવો બેટી પઢાવો...

કવિ કલા વૃંદ સાહિત્ય સંસ્થાની બેઠક યોજાઈ

રાજકારણ સમાચાર

ચૂંટણીના માહોલ વચ્ચે સેબીએ પાડેલા દરોડાથી ડબ્બા ટ્રેડિંગનું નેટવર્ક વેરવિખેર 

05 May

કચ્છની ડબ્બા ટ્રેડિંગ અને શેયર સેટીંગ માર્કેટમાં સોપો 



સેબીના દરોડામાં ૨૦૦૦ કરોડના કૌભાંડમાં મુંબઈથી રેલો કચ્છ સુધીની ચર્ચા : ભુજના મીત અને ભાઈ સુધી પહોંચતા હડકપ : કચ્છમાં સેબીની ભીંસ વધતા શેયર સટ્ટા અને ડબ્બા ટ્રેડિંગ સહિત સટોડિયાઓમાં ફફડાટ :  કચ્છમાં અનેક મોટા માથાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની ચર્ચા

કચ્છમાં ડબ્બા ટ્રેડિંગ અને શેરના ભાવમાં કૃત્રિમ રીતે વધઘટ કરાવવાનું વિશાળ નેટવર્ક : અનેક યુવાનો રાતોરાત અમીર બનવાની લાલચમાં રહ્યા છે હોમાઈ : મુંબઈથી જોડાયેલી લિંકમાં ભુજના જથ્થાબંધ બજારના વેપારી પુત્રોના નામ ઉછળતા કચ્છના વેપારી આલમમાં પણ સોંપો  :  સેબીના હાથમાં જે ડિજિટલ ડેટા લાગ્યો છે તેમાં કચ્છના હજુ અનેક નામચીન શખ્સોના નામ ખુલી શકે તેવી માર્કેટમાં  ચર્ચાઓ : શેયર માર્કેટ સાથે સંકળાયેલાઓના બ્લેકના પૈસાના વ્હાઈટ કરવા અનેક નવા ધંધા શરૂ કર્યા...


ભુજ - કચ્છઉદય : કચ્છના આર્થિક જગતમાં કરોડો રૂપિયાના શેરબજાર કૌભાંડના પર્દાફાશ બાદ હવે તપાસનો દોર વધુ તેજ બન્યો છે. અગાઉ સેબીએ જ્યારે ૧૮ જેટલી શેલ કંપનીઓ દ્વારા આચરવામાં આવેલા આશરે ૨૦૦૦ કરોડના કૌભાંડની કડીઓ જોડી હતી, ત્યારે તેનો રેલો છેક ભુજ અને માધાપર સુધી પહોંચ્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં લેટેસ્ટ અપડેટ મુજબ, કચ્છમાં રિયલ માર્કેટ કરતા વધુ સમાંતર ચાલતા ડબ્બા ટ્રેડિંગના કાળા કારોબાર પર સેબીની ટીમે ગાળિયો મજબૂત કર્યો છે. ખાસ કરીને ભુજના ભાવેશ્વર વિસ્તારમાં રહેતા મીત અને તેના ભાઈની આ કૌભાંડમાં સીધી સંડોવણી ખુલ્યા બાદ સેબીની ટુકડીઓએ તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા, પરંતુ તપાસ દરમિયાન બંને ભાઈઓ પોતાની દુકાન અને ઘરને તાળા મારીને રફુચક્કર થઈ ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 
આ ઘટનાક્રમમાં સૌથી મહત્વનો વળાંક ત્યારે આવ્યો જ્યારે ૨૩ અને ૨૪ એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો હતો. એક તરફ વહીવટી તંત્ર ચૂંટણીમાં વ્યસ્ત હતું, ત્યારે બીજી તરફ સેબીની ટીમે અચાનક કચ્છમાં ધામા નાખીને દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી. આ ઓચિંતી ત્રાટકેલી તપાસને કારણે ભુજ, મુન્દ્રા, માંડવી અને ગાંધીધામ જેવા શહેરોમાં ડબ્બા ટ્રેડિંગ ચલાવતા તત્વોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. જાણવા મળતી વિગતો મુજબ, સેબીની ટુકડી જેમના ઘરે પહોંચી હતી તે ભુજના બંને યુવાનો ત્યાં હાજર મળ્યા ન હતા, જેના કારણે હવે આ કૌભાંડના તાર વધુ ઊંડા હોવાની શંકા દ્રઢ બની છે. આ દરોડાના ડરથી કચ્છના અન્ય જાણીતા શેરબજારિયાઓ અને સટોડિયાઓ પણ પોતાના મોબાઈલ સ્વીચ ઓફ કરીને અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે.
કચ્છમાં ડબ્બા ટ્રેડિંગ અને શેરના ભાવમાં કૃત્રિમ રીતે વધઘટ કરાવવાનું આ નેટવર્ક એટલું મોટું છે કે તેમાં અનેક યુવાનો રાતોરાત અમીર બનવાની લાલચમાં હોમાઈ રહ્યા છે. મુંબઈથી જોડાયેલી આ ૨૦૦૦ કરોડની લિંકમાં ભુજના જથ્થાબંધ બજારના વેપારી પુત્રોના નામ ઉછળતા કચ્છના વેપારી આલમમાં પણ સોંપો પડી ગયો છે. માર્કેટમાં એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે સેબીના હાથમાં જે ડિજિટલ ડેટા લાગ્યો છે, તેમાં કચ્છના હજુ અનેક નામચીન શખ્સોના નામ ખુલી શકે તેમ છે. જે રીતે તપાસની આંચ હવે ધીમે ધીમે વધતી જાય છે અને આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી રહ્યા છે, તે જોતા આગામી દિવસોમાં કચ્છના ગેરકાયદેસર સટ્ટાબજારમાં મોટો વિસ્ફોટ થવાની પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે.

Comments

COMMENT / REPLY FROM