Trending News

બારડોલી સુગરની ચૂંટણીમાં મોટો ઉલટફેરઃ પરિવર્તન પેન...

કચ્છમાં આઈટીની ટુકડી ત્રાટકી? ગાંધીધામ-મુંદરામાં પ...

પૂર્વ કચ્છ એલ.સી.બી.નો સપાટોઃ ભચાઉ અને ગાંધીધામમાં...

પર્યાવરણને બચાવવા કચ્છના યુવાનો આગળ આવે : અરજણ કાન...

ભુખી નદીમાં પ્રોજેક્ટના આંચળા હેઠળ અબજોની રેતીચોરી...

સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારિયાએ માતાનામઢ શિવાલય...

ભુજમાં સંગીતમય પ્રભુનેમિનાથ જન્મકલ્યાણકની ઉજવણી તથ...

મુન્દ્રાના ખારેક સંશોધન કેન્દ્ર ખાતે ૮૦માં સ્વાતંત...

માધાપર ખાતે આરોગ્ય કર્મચારીઓને વાહકજન્ય રોગ નિયંત્...

ભચાઉના વિભાગીય સંશોધન કેન્દ્ર ખાતે એક દિવસીય ખેડૂત...

ગુજરાતમાં પ્રથમ વખત યોજાયું ‘બેટી બચાવો બેટી પઢાવો...

કવિ કલા વૃંદ સાહિત્ય સંસ્થાની બેઠક યોજાઈ

રાજકારણ સમાચાર

કચ્છ કોંગ્રેસ દ્વારા પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ ૧૫ સભ્યોને છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા

30 April


 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ જિલ્લા સંગઠને પછાડ્યો ધોકો 

ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વી.કે. હુંબલ દ્વારા પક્ષના શિસ્તભંગ બદલ કડક કાર્યવાહી કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હવે ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર પાર્ટી કાર્યકર્તાઓ અને હોદ્દેદારો પર ગાજ વરસી છે. પક્ષના સત્તાવાર ઉમેદવારોને નુકસાન પહોંચાડવા અને પક્ષવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાના ગંભીર કારણોસર જિલ્લાના ૧૫ જેટલા કાર્યકરો અને આગેવાનોને કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી આગામી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ યાદીમાં યોગેશ પોકાર, કિરણબેન પોકાર, દશરથસિંહ ખગોરત, ઇકબાલ હાજીઅબ્દુલા મંધરા, આમદ હુશેન સંઘાર, રમજાન હારુન નોડે (નલિયા), ઈશા આમદ કેર (ભદ્રુવાંઢ), નવીન અબચુંગ, હાજીઅબ્દુલ હાજીહુશેન સંઘાર, અસલમ લુહાર, ઓસમાણ ભચુ નોતિયાર (નલિયા), જુસબશા ઈસ્માઈલશા સૈયદ (મોથાળા), જુમાબેન મહેશ્વરી, શોકત હુશેન સુમરા (કોઠારા) અને લોધરા આદમ મુસાનો સમાવેશ થાય છે. પક્ષના આ આકરા નિર્ણયથી સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.

------------

Comments

COMMENT / REPLY FROM