નવ તાલુકા પંચાયતોમાં ભાજપનું સ્ટીમ રોલર : કોંગ્રેસ માટે આત્મખોજનો સમય
રાપરમાં ભાજપનો શાનદાર દેખાવ
અબડાસા વિધાનસભા ક્ષેત્રમાં માતાનામઢમાં સીએમએ યોજેલી ચૂંટણીલક્ષી સભા ફળી : હર્ષ સંઘવીએ પણ કરેલ પ્રચારનો પરીણામમો દેખાઈ અસર
કચ્છ ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ, જિલ્લા સાંસદ વિનોદભાઈ ચાવડા, પ્રદેશ મહામંત્રી અનીરૂદ્ધભાઈ દવે, રાજયમંત્રી ત્રિકમભાઈ છાંગા, મહામંત્રીશ્રીઓ ધવલ આચાર્ય, હિતેશ ખંડોર, ભીમજીભાઈ જોધાણી, કચ્છના તમામે તમામ ધારાસભ્યશ્રીઓ સહિતનાઓની સંગઠન વ્યુહરચના અને વિકાસનીતી ભર્યા કાર્યો પર મતદારોએ લગાવી વોટની મહોર
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પરિણામોમાં તાલુકા પંચાયતોનું ચિત્ર ભાજપ માટે ઉત્સાહજનક પરંતુ કેટલીક જગ્યાએ આંતરખોજ કરવા મજબૂર કરનારું રહ્યું છે. જિલ્લાની તમામ નવ તાલુકા પંચાયતોમાં ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે, જે વર્ષ ૨૦૨૧ની સરખામણીએ કોંગ્રેસના રકાસને વધુ સ્પષ્ટ કરે છે. ૨૦૨૧માં અબડાસા અને લખપત જેવી તાલુકા પંચાયતોમાં કોંગ્રેસે વિજય મેળવ્યો હતો, જોકે પાછળથી પક્ષપલટા અને રાજકીય સમીકરણોને કારણે ત્યાં કેસરિયો લહેરાયો હતો. પરંતુ આ વખતે મતદારોએ પક્ષના નામને બદલે સ્થાનિક પ્રશ્નો, વ્યક્તિગત છબી અને ઉમેદવારોની જનતા વચ્ચેની સક્રિયતાને વધુ પ્રાધાન્ય આપ્યું હોવાનું પરિણામો પરથી ફલિત થાય છે.
તાલુકા પંચાયતોના વિશ્લેષણમાં વાગડના રાપર તાલુકાએ ભાજપને સૌથી વધુ ગૌરવ અપાવ્યું છે. રાપરની ૨૪ બેઠકોમાંથી ૨૧ બેઠકો પર પ્રચંડ વિજય મેળવી ભાજપે અહીં વિરોધપક્ષને હાંસિયામાં ધકેલી દીધો છે. અંજાર તાલુકા પંચાયતમાં ૧૫ બેઠકો સાથે ભાજપે સત્તા
જાળવી છે,
જિલ્લા મથક ભુજ તાલુકા પંચાયતના પરિણામોમા ૩૨ બેઠકોમાંથી ૨૧ બેઠકો સાથે બહુમતી તો મળી છે, પશ્ચિમ કચ્છના અબડાસામાં ભાજપે ૧૮માંથી ૧૧ બેઠકો જીતી છે, માંડવીમાં ૧૬ બેઠકો સાથે ભાજપ સંતોષજનક સ્થિતિમાં છે, જ્યારે મુન્દ્રામાં ૨૦૨૧ જેવી જ સ્થિતિ વચ્ચે ભાજપે ૧૦ બેઠકો મેળવી સત્તા ટકાવી રાખી છે. ભચાઉ અને નખત્રાણાના પરિણામો પણ ભાજપની તરફેણમાં રહ્યા છે. હવે રાજકીય વિશ્લેષકો બૂથ લેવલના ડેટા સાથે એ તપાસશે. કારણ કે આ પરિણામો આગામી વિધાનસભા ચૂંટણીનો પાયો તૈયાર કરશે.

Comments