કચ્છની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયને આવકારતા સાંસદ વિનોદભાઈ ચાવડા
ભુજ - કચ્છઉદય : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયની ખુશાલી અને મતદારોનો આભાર માનતા સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જીત એ ઉમેદવારોનો કાયમી લોકસંપર્ક અને લોકો સાથે સુખ-દુઃખના સંબધો, લોકોના પ્રશ્નોને સદૈવ વાચા આપતા ભાજપની જીત છે. બધા કાર્યકરો, સંગઠનને સાંસદે અભિનંદન પાઠવ્યા હતા. જનતાએ લોકશાહીની પરંપરાને જીવંત રાખી છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહા નગરપાલિકાની જીત અને કાર્યકરાનો ઉત્સાહ ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ધારાસભ્યો, સંગઠન પદાધિકારી સૌએ ઉત્સાહ, જીતના વિશ્વાસ સાથે ઉમેદવારોને માર્ગદર્શન અને પ્રેરણા આપી ભાજપનો ભગવો કચ્છમાં પ્રસરાવ્યો તે બદલ સૌનો આભાર માન્યો હતો.
------------

Comments