Trending News

બારડોલી સુગરની ચૂંટણીમાં મોટો ઉલટફેરઃ પરિવર્તન પેન...

કચ્છમાં આઈટીની ટુકડી ત્રાટકી? ગાંધીધામ-મુંદરામાં પ...

પૂર્વ કચ્છ એલ.સી.બી.નો સપાટોઃ ભચાઉ અને ગાંધીધામમાં...

પર્યાવરણને બચાવવા કચ્છના યુવાનો આગળ આવે : અરજણ કાન...

ભુખી નદીમાં પ્રોજેક્ટના આંચળા હેઠળ અબજોની રેતીચોરી...

સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારિયાએ માતાનામઢ શિવાલય...

ભુજમાં સંગીતમય પ્રભુનેમિનાથ જન્મકલ્યાણકની ઉજવણી તથ...

મુન્દ્રાના ખારેક સંશોધન કેન્દ્ર ખાતે ૮૦માં સ્વાતંત...

માધાપર ખાતે આરોગ્ય કર્મચારીઓને વાહકજન્ય રોગ નિયંત્...

ભચાઉના વિભાગીય સંશોધન કેન્દ્ર ખાતે એક દિવસીય ખેડૂત...

ગુજરાતમાં પ્રથમ વખત યોજાયું ‘બેટી બચાવો બેટી પઢાવો...

કવિ કલા વૃંદ સાહિત્ય સંસ્થાની બેઠક યોજાઈ

રાજકારણ સમાચાર

ટ્રમ્પને મારવા ગન સાથે હોટલમાં ઘૂસ્યો હુમલાખોર, PM  મોદીએ હુમલાની કરી આકરી નિંદા

26 April





નવી દીલ્હી : અમેરિકાની રાજધાની વોશિંગ્ટન DC  માં વાર્ષિક ‘વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ ડિનર’ દરમિયાન ભયાનક ફાયરિંગની ઘટના બની છે. આ હાઈ-પ્રોફાઈલ કાર્યક્રમમાં જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી મેલાનિયા અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ હાજર હતા, ત્યારે એક હુમલાખોર ગન સાથે હોટલના બોલરૂમની બહાર પહોંચી ગયો અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો.પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, હિલ્ટન હોટલના બેન્ક્‌વેટ હોલમાં જ્યારે કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે અચાનક જોરદાર ધડાકા સંભળાયા.સુરક્ષા કવચઃ સિક્રેટ સર્વિસના એજન્ટોએ તાત્કાલિક ટ્રમ્પને ચારે બાજુથી ઘેરી લીધા. આ દોડધામમાં ટ્રમ્પ એકવાર પડી પણ ગયા હતા.મહેમાનોનો ફફડાટઃ ગોળીબાર થતા જ હોટલમાં હાજર વેઈટરો અને કેબિનેટ મંત્રીઓ જીવ બચાવવા ટેબલ નીચે છુપાઈ ગયા હતા.હુમલાખોર ઝડપાયોઃ સુરક્ષાકર્મીઓએ જવાબી કાર્યવાહી કરી હુમલાખોરને ઝડપી પાડ્યો છે. શૂટર પાસે અત્યંત શક્તિશાળી બંદૂક હોવાનું સામે આવ્યું છે. હુમલાના આશરે ૧.૫ કલાક પછી ટ્રમ્પે મીડિયાને સંબોધિત કરતા કહ્યું, “આ સાંજ ઘણી હલચલભરી રહી. સિક્રેટ સર્વિસે બહાદુરીથી મારો જીવ બચાવ્યો છે. જે અધિકારીને ગોળી વાગી છે તે સુરક્ષિત છે.” ટ્રમ્પે હુમલાખોરના ઝ્રઝ્ર્‌ફ ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, “લોકશાહીમાં હિંસા માટે કોઈ સ્થાન નથી. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમનો પરિવાર સુરક્ષિત છે તે જાણીને રાહત થઈ.”નોંધનીય છે કે ૧૩ ત્નેઙ્મઅ ૨૦૨૪ ના રોજ પેન્સિલવેનિયાની ચૂંટણી રેલીમાં પણ ટ્રમ્પ પર એસોલ્ટ રાઇફલથી હુમલો થયો હતો, જેમાં એક ગોળી તેમના કાનને સ્પર્શીને નીકળી ગઈ હતી. ફરી એકવાર ૨૦૨૬ માં આ પ્રકારનો હુમલો થતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે.

Comments

COMMENT / REPLY FROM