Trending News

બારડોલી સુગરની ચૂંટણીમાં મોટો ઉલટફેરઃ પરિવર્તન પેન...

કચ્છમાં આઈટીની ટુકડી ત્રાટકી? ગાંધીધામ-મુંદરામાં પ...

પૂર્વ કચ્છ એલ.સી.બી.નો સપાટોઃ ભચાઉ અને ગાંધીધામમાં...

પર્યાવરણને બચાવવા કચ્છના યુવાનો આગળ આવે : અરજણ કાન...

ભુખી નદીમાં પ્રોજેક્ટના આંચળા હેઠળ અબજોની રેતીચોરી...

સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારિયાએ માતાનામઢ શિવાલય...

ભુજમાં સંગીતમય પ્રભુનેમિનાથ જન્મકલ્યાણકની ઉજવણી તથ...

મુન્દ્રાના ખારેક સંશોધન કેન્દ્ર ખાતે ૮૦માં સ્વાતંત...

માધાપર ખાતે આરોગ્ય કર્મચારીઓને વાહકજન્ય રોગ નિયંત્...

ભચાઉના વિભાગીય સંશોધન કેન્દ્ર ખાતે એક દિવસીય ખેડૂત...

ગુજરાતમાં પ્રથમ વખત યોજાયું ‘બેટી બચાવો બેટી પઢાવો...

કવિ કલા વૃંદ સાહિત્ય સંસ્થાની બેઠક યોજાઈ

સ્થાનિક સમાચાર

મોડવદર પુલિયા પર બ્રેકડાઉન ડમ્પરમાં બીજુ ડમ્પર ઘૂસી જતા ચાલકનું મોત 

22 May

ગરમીના કારણે ડમ્પર હીટ થતા ચાલક અને મિકેનીક રિપેરીંગ કરતા હતા એ દરમિયાન બન્યો બનાવ 


ગાંધીધામ : ગાંધીધામ-ભચાઉ નેશનલ હાઈવે પર મોડવદર પુલ પાસે ડમ્પર ખરાબ થતા બ્રેકડાઉન કરીને રિપેરીંગ કામ કરવામાં આવતું હતું એ દરમિયાન પાછળથી ડમ્પર આવીને ઘૂસી જતા તેના ચાલકનું ગંભીર ઈજાઓના કારણે મોત થયું હતું. આ બનાવમાં બ્રેકડાઉન કરાયીેલી ડમ્પરના ડ્રાઈવર અને મિકેનીકને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અંજારના તુણામાં રહેતા રાધેશ્યામ હેન્ડલિંગના સુપરવાઈઝર નવીનભાઈ પચાણભાઈ હુંબલે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાવતા જણાવ્યું કે, તેમની ટ્રાન્સપોર્ટના ડમ્પર નં.જીજે૦પ-બીવી-ર૩પપ ના ચાલક સામજીભાઈ દાફડાનો ફોન આવ્યો અને કહ્યું કે, ઓવર હીટના કારણે ડમ્પર મોડવદર પુલિયા પાસે બંધ પડી ગયું છે. જેથી ફરિયાદી મિકેનીક નરેશભાઈ ભટ્ટીને લઈને સ્થળ પર પહોંચ્યા હતા. સ્થળ પર બ્રેકડાઉન કરીને ડમ્પર રાખેલું હતું. જેથી પાછળ રોડ પર ૧પ,ર૦ મીટર દૂર લાલ કલરના રિફલેક્ટર રાખવામાં આવ્યા હતા. ડમ્પરનો ડ્રાઈવર અને મિકેનીક ઊભા હતા. મિકેનીકે જણાવ્યું કે, ડમ્પર ગરમ થઈ જતા બંધ પડી ગયું છે. રિપેરીંગ ચાલુ હતું એ દરમિયાન પાછળથી ડમ્પર નં.જીજે૧ર-બીઝેડ-૮૮ર૭ ના ચાલકે પૂર ઝડપે આવી ડમ્પરમાં ભટકાવતા ગંભીર ઈજાઓના કારણે તેના ચાલકનું સ્થળ પર જ મોત થયું હતું. પાછળથી ડમ્પર ભટકાવતા આગળ ઊભેલા ડમ્પરમાં રીપેરીંગ કરતા મિકેનીક નરેશભાઈ ભટ્ટી અને ચાલક સામજીભાઈ દાફડાને માથાના ભાગે ઈજાઓ થવાના કારણે સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. બી-ડિવિઝન પોલીસે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો. 
 

Comments

COMMENT / REPLY FROM