Trending News
સ્થાનિક સમાચાર

કચ્છનું ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું ૯૪.ર૩ ટકા પરિણામ

09 May

એ-૧ ગ્રેડમાં ૧૩૬ વિદ્યાર્થીઓને સ્થાન : જિલ્લામાં સૌથી વધુ માંડવી કેન્દ્રનું ૯૬.૬૭ ટકા પરિણામ : રાજ્યના તમામ કેન્દ્રોમાં સૌથી નીચું ખાવડા કેન્દ્રનું પ૧.૧૧ ટકા પરિણામ :  જિલ્લા શિક્ષણાધિકારીએ વિદ્યાર્થીઓને આપ્યા અભિનંદન




ભુજ : વિદ્યાર્થીઓની કારકીર્દી ઘડતરમાં ધો. ૧ર સામાન્ય પ્રવાહની પરીક્ષા ખુબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. સમગ્ર વર્ષ દરમ્યાન વિદ્યાર્થીઓએ કરેલી તનતોડ મહેનત અને સખ્ત પરિશ્રમની ફળશ્રુતિ રૂપે મળેલ પરિણામ ઉજ્જવળ ભવિષ્ય માટેની તકોનું નિર્માણ કરે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૨૪ માં લેવાયેલી ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આજરોજ પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. જાહેર થયેલા પરિણામોમાં કચ્છ જિલ્લાનું ૯૪.ર૩ ટકા પરિણામ આવ્યું છે. જિલ્લામાં ચાલુ સાલે ૧૩૬ વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળ થયા છે. 
આ અંગેની વિગતો મુજબ ધો. ૧ર સામાન્ય પ્રવાહની પરીક્ષામાં કચ્છ જિલ્લામાં કુલ્લ ૧૦૩૯૦ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ૧૦૩૬ર છાત્રોએ પરીક્ષા આપી હતી 

...........


જિલ્લાનું ગ્રેડ વાર પરિણામ
ગ્રેડ    સંખ્યા
એ-૧    ૧૩૬    
એ-ર    ૧૩૪૪
બી-૧    ૨૪૮૭    
બી-ર    ૨૭૮૭
સી-૧    ૨૧૪૭
સી-ર    ૭૯૯
ડી    ૬૦


.........


બંદરીય પંથક શિક્ષણ ક્ષેત્રે શીરમોર : વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં માંડવી કેન્દ્ર મોખરે

ભુજ : આજરોજ ધો. ૧ર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ બોર્ડ દ્વારા જાહેર કરાયું છે. સામાન્ય પ્રવાહનું રાજ્યનું ૯૧.૯૩ ટકા પરિણામ રહ્યું જેની સામે કચ્છનું ૯૪.ર૩ ટકા પરિણામ આવ્યું છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહનું રાજ્યનું ૮ર.૪પ ટકા પરિણામ રહ્યું જેની સામે કચ્છનું ૮૪.૩ર ટકા પરિણામ આવ્યું છે. વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં કચ્છ જિલ્લામાં માંડવી કેન્દ્રનો ડંકો વાગ્યો છે. ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહમાં માંડવી કેન્દ્રનું સૌથી ઉચું ૮૯.૦પ ટકા પરિણામ રહ્યું છે અને ધો. ૧ર સામાન્ય પ્રવાહમાં પણ માંડવી કેન્દ્રનું જિલ્લામાં સૌથી ઉચું ૯૬.૬૭ ટકા પરિણામ રહેતા બંદરીય પંથક શિક્ષણ ક્ષેત્રે શીરમોર હોવાનું વધુ એકવાર પુરવાર થયું છે.


..........


ધો. ૧ર સામાન્ય પ્રવાહ પરિણામ-ર૦ર૪

કેન્દ્ર    નોંધાયેલા    બેઠા    પાસ    ટકાવારી

ભુજ    ૨૬૨૮    ૨૬૨૨    ૨૪૯૭    ૯૫.૨૩
ગાંધીધામ    ૧૩૬૮    ૧૩૬૭    ૧૨૭૦    ૯૨.૯૦
માંડવી    ૧૨૯૪    ૧૨૯૨    ૧૨૪૯    ૯૬.૬૭    
અંજાર    ૧૦૦૮    ૧૦૦૪    ૯૪૧    ૯૩.૭૩
ભચાઉ    ૮૧૬    ૮૧૩    ૭૬૫    ૯૪.૧૦
આદિપુર    ૬૯૬    ૬૯૬    ૬૫૩    ૯૩.૮૨
રાપર    ૭૦૪    ૭૦૧    ૬૫૩    ૯૩.૧૫
નખત્રાણા    ૫૬૬    ૫૬૨    ૫૨૮    ૯૩.૯૫
નલિયા    ૩૨૨    ૩૨૨    ૩૦૮    ૯૫.૬૫
પાન્ધ્રો    ૧૩૯    ૧૩૯    ૧૩૧    ૯૪.૨૪
મુંદરા    ૭૫૪    ૭૫૪    ૭૨૩    ૯૫.૮૯
ખાવડા    ૯૫    ૯૦    ૪૬    ૫૧.૧૧
કુલ્લ    ૧૦૩૯૦    ૧૦૩૬૨    ૯૭૬૪    ૯૪.૨૩

 

Comments

COMMENT / REPLY FROM