Trending News
ક્રાઈમ

ગુંદાલા પાસે વાહન હડફેટે આધેડનું મોત

17 November


જિલ્લામાં અપમૃત્યુના અલગ અલગ પાંચ બનાવો સામે આવ્યા

ભુજ - કચ્છઉદય : માંડવી - અંજાર નેશનલ હાઈવે પર ગુંદાલા - પત્રી ચોકડી પાસે અકસ્માત થયો હતો. ફરિયાદી નવસારીના સ્નેહાબેન વિનોદભાઈ દેશમુખના જણાવ્યા પ્રમાણે તેમના પિતા પ૮ વર્ષિય વિનોદભાઈ નાથુભાઈ દેશમુખ પસાર થતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહનના ચાલકે તેમને ટક્કર મારતા માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ થવાથી મોત થયું હતું. અકસ્માત સર્જીને ચાલક વાહન લઈ ભાગી ગયો હતો. જેથી પ્રાગપર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તો મુંદરા તાલુકાના બરાયા ગામે આશાપુરા કંપની સામે આવેલ લેબર કોલોનીમાં મધ્યપ્રદેશના રર વર્ષિય સુનીકા રતીયા સીંગાડે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. મુંદરામાં સંતોષી માતાજીના મંદીર સામે લેબર કોલોનીમાં રહેતા મુળ રાજસ્થાનના ૧૭ વર્ષિય જશવંતસિંઘ કમલસિંઘ સોઢાએ ફાંસો ખાઈ જીંદગી ટુંકાવી લીધી હતી. 
આ તરફ ભુજમાં ભીડ નાકા પાસે માધાપરમાં રહેતા ૪૮ વર્ષિય અબ્દુલ શકુર જકરીયા સમેજા બેભાન મળી આવતા સારવાર માટે જી.કે.માં લઈ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. દરમ્યાન ભુજના કોવઈનગરમાં ગાયના ઓરડામાં રહેતા અને ગાયોની સેવા ચાકરી કરતા ૪૬ વર્ષિય લક્ષ્મણકુમાર ધનીરામ શર્માનું મોત થતા એ ડીવીઝનમાં એડી દાખલ કરવામાં આવી હતી.

Comments

COMMENT / REPLY FROM