પૈયાની વાડીમાં ગૌવંશ પર કુહાડી વડે હુમલો કરાયો
આખલા અને ગાયો પાછળ બીનજરૂરી ટ્રેકટર દોડાવી ત્રાસ અપાયો : લોકોએ ના પાડતા કુહાડી બતાવી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ
ભુજ - કચ્છઉદય : અબડાસા તાલુકાના પૈયા ગામના વાડી વિસ્તારમાં ગૌવંશ પર હુમલો કરવા સાથે બીનજરૂરી ત્રાસ આપવામાં આવતા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પૈયા ગામે રહેતા બાલુભા ઉર્ફે અરવિંદસિંહ લાધુભા સોઢાના જણાવ્યા પ્રમાણે પૈયા વાડી વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. આરોપી મહેન્દ્ર નાયકે રખડતા ગૌવંશ આખલા પર કુહાડીનો ઘા કરી ઈજા કરી ત્રાસ પહોચાડયો હતો. તેમજ ગૌવંશ આખલા અને ગાયો પાછળ ટ્રેકટર દોડાવી બીનજરૂરી પીડા પહોચાડી ત્રાસ આપ્યો હતો. ફરિયાદી અને અન્ય લોકોએ આરોપીને આવું કૃત્ય ન કરવા માટે કહેતા આરોપી ઉશ્કેરાઈ ગયો અને ફરિયાદી અને સાહેદોને કુહાડી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે કોઠારા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી લીધી છે.

Comments