કચ્છમાં ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહનું ૮૪.૩ર ટકા પરિણામ
૧૩૦૭ પૈકી ૧૧૦ર છાત્રો થયા ઉતિર્ણ : એ-વન ગ્રેડમાં ર૧ વિદ્યાર્થીઓ : કચ્છ જિલ્લામાં ૮૯.૦પ ટકા પરિણામ સાથે માંડવી કેન્દ્ર મોખરે : અંજાર કેન્દ્રનું સૌથી ઓછું ૭૯.૧૭ ટકા પરિણામ : રાજયના કુલ્લ પરિણામની સરખામણીએ કચ્છ જિલ્લાનું ઉચું પરિણામ
ભુજ : વિદ્યાર્થીઓના કારકીર્દી માટે અતિ નિર્ણાયક એવી ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના પરિણામ આજે જાહેર થયા હતા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ - ર૦ર૪ માં લેવાયેલી ધોરણ ૧ર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું રાજ્યનું પરિણામ પરિણામ ૮ર.૪પ ટકા રહ્યું હતું જયારે કચ્છ જિલ્લાનું પરિણામ ૮૪.૩ર ટકા આવ્યું હતું. આ વરસે કચ્છમાંથી ર૧ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવવામાં સફળ રહ્યા હતા.
આ અંગેની વિગતો મુજબ ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં કચ્છના બે ઝોન ભુજ અને ગાંધીધામમાં ૧૩૧ર વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાં ૧૩૦૭ છાત્રોએ પરીક્ષા આપી હતી. આજે જાહેર થયેલા પરિણામોમાં ૧૧૦ર છાત્રો ઉતિર્ણ થતા જિલ્લાનું પરિણામ ૮૪.૩ર ટકા રહ્યું હતું. કચ્છ જિલ્લામાં સૌથી વધુ પરિણામ માંડવી કેન્દ્રનું રહ્યું હતું. કચ્છના ર૧ છાત્રો એ-૧ ગ્રેડ મેળવવામાં સફળ રહ્યા હતા.
આજે સવારે ૯ કલાકે ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર થયું હતું. બોર્ડ દ્વારા પરિણામ મેળવવા માટે ખાસ હેલ્પલાઈન મોબાઈલ નંબર પર જારી કરવામાં આવ્યા હતા. જો કે શાળાઓ દ્વારા માર્કશીટ થોડા સમય બાદ આપવામાં આવશે તેથી આજે શાળાઓ પર છાત્રો જોવા મળ્યા ન હતા.
.......
કચ્છ જિલ્લામાં ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં માંડવી કેન્દ્રનું સૌથી વધુ ૮૯.૦૫ ટકા પરિણામ
ગાંધીનગરઃ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના આજે જાહેર થયેલા પરિણામમાં કચ્છ જિલ્લામાં કેન્દ્રો વાર પરિણામ જોઈએ તો કચ્છ જિલ્લામાં સૌથી વધુ માંડવી કેન્દ્રનું ૮૯.૦૫ ટકા પરિણામ આવ્યું છે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામ માં કચ્છ જિલ્લાના કેન્દ્રવાર પરિણામ આ પ્રમાણે છે.
.........
કચ્છનું કેન્દ્રવાર પરિણામ
કેન્દ્ર ટકાવારી
ભુજ ૮૩.૪૭ %
ગાંધીધામ ૮૫.૧૯ %
માંડવી ૮૯.૦૫ %
અંજાર ૭૯.૧૭ %
.......
કચ્છનું ગ્રેડવાર પરિણામ
ગ્રેડ સંખ્યા
એ-૧ ૨૧
એ-ર ૧૧૦
બી-૧ ૨૪૩
બી-ર ૨૭૫
સી-૧ ૨૪૦
સી-ર ૧૯૬
ડી ૧૭
......
નિયમિત વાંચનથી જ મળે શ્રેષ્ઠ પરીણામ : કિંજલ ચૌધરી
ગાંધીધામ : સિદ્ધી તેને જઈ વરે જે પરસેવે ન્હાય. ગાંધીધામ સ.વ.પ. સ્કુલની વિદ્યાર્થીની કિંજલ ચૌધરી એ-વન ગ્રેડથી ઉતિર્ણ થવા બદલ હર્ષની લાગણી વ્યકત કરી હતી અને ક્હયુ હતુ કે, વહેલી સવારે નિયમીત ચારથી છ વાંચન કરતી હતી તેનુ પરીણામ મળ્યું છે. શાળા, પરીવાર, કોચીંગ કલાસ સહીતનાઓથી પુરતો સહયોગ મળ્યો હતો જે ખુબજ મદદરૂપ બન્યો છે. ભવિષ્યમાં કિંજલને ડોકટર બનવાની ખેવના વ્યકત કરી હતી.રીવીઝન અને ગ્રુપ સ્ટડી પર તેણીએ ભાર મુકયો હતો.

Comments