Trending News
સ્થાનિક સમાચાર

શાબાશ છે ટીમ કચ્છ કલેકટર અમિત અરોરાને! લેકસભા ચૂંટણીના પડકારને બખુબી નિભાવ્યો !

08 May

લોકશાહીનો મહાપર્વ સાંગોપાંગ પાડયો પાર...!



લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં કચ્છનો પણ રહ્યો સમાવેશ : ૪પ૦ કીમીના વિશાળ ભુગોળ ધરાવતા કચ્છ અને તે ઉપરાંત મોરબી મતવિસ્તારનોપણ જે લોકસભા બેઠકમાં સમાવેશ થાય છે તે કચ્છ સીટ સીમાવર્તી વિસ્તાર, ઔદ્યોગીક ધમધમાટ, દેશના જ નહી એશીયાના મહાબંદરો, એશીયાની સૌથી મોટી સિરામીક સહિતની ઈન્ડસ્ટ્રીઝ વાળા વિસ્તારમાં ગ્રામીણ-શહેરી-સરકારી કર્મીઓ, વૃદ્ધો-દિવ્યાંગો, મહીલાઓ, ફસ્ટટાઈમ વોટર્સ સહિતનાઓને મતદાન માટે ન માત્ર પ્રેરવા, જાગૃતી આણવી બલ્કે મતદાન મથકો સુધી પહોચવા અસહય ગરમી વિલન ન બને તે સાથેની તૈયારીઓ પૂર્ણ કરી અને સંગઠન અને ટીમ ભાવનાના કરાવી દીધા અનેરા દર્શન  : ચુંટણી અધિકારી શ્રી અરોરાની સાથે સહાયક ચુંટણી અધિકારી કચ્છ મેહુલ દેસાઈ સહિતની ટીમે પણ વિકરાળ અને લલકારૂપ ચુંટણી સંપન્ન કરવામાં અનોખી કોઠાસુજ-કાર્યદક્ષતાના કરાવ્યા દર્શન

આરડીસી શ્રી મિતેશ પંડયાની પણ તંત્ર, અધિકારીઓ, કર્મચારીઓ, પ્રજાજનો સહિતનાઓ સાથેની સંકલનભરી કડીબદ્ધ કામગીરી કહેવાય સરાહનીય

કચ્છમાં શાંતીપુર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થતા તંત્રને હાશકારોર્ ંર્ંઃ છેલ્લા બે મહિનાથી વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના અધિકારીઓ- કર્મચારીઓ ચૂંટણી કામગીરીમાં હતા વ્યસ્ત : હજી ર૭ દિવસ સુધી રહેશે આચારસંહિતા : ક્ષત્રિય આંદોલન વચ્ચે જિલ્લામાં પોલીસના ચૂસ્ત બંદોબસ્તથી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ રહી અંકુશમાં : વહીવટીતંત્રના માઈક્રો પ્લાનીંગથી કયાંય અવ્યવસ્થા ન સર્જાઈ : મતદાનની કામગીરી માટે ૯ર૦૦ અને સુરક્ષા વ્યવસ્થા માટે ૬ હજાર જવાનોનો કાફલો રહ્યો હતો ખડેપગે

તો કચ્છ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયાના માર્ગદર્શના હેઠળ પૂર્વ-પશ્ચીમ કચ્છ એસપીની સમગ્ર ટીમે સરહદી વિસ્તારવાળી કચ્છ બેઠક પર કાયદો-વ્યવસ્થાને તો જડબેસલાક રાખી જ દેખાડયા, પરંતુ જયા જયા 
વયોવૃદ્ધ સહિતના લોકોને જરૂર પડી ત્યાં ફરજના ભાગરૂપે નહી પરંતુ માનવતાની દ્રષ્ટીએ વોટીંગ માટેની કરી દેખાડી મદદ : ચૂંટણી દરમ્યાન કચ્છમાં આતંરીક અને બાહ્ય બન્ને પડકારો રહેતા હોય છે, તેના પર બાજનજર રાખી અને શાંતિપૂર્ણ રીતે ચુંટણી સંપન્ન કરનાર ટીમ શ્રી ચિરાગ કોરડીયા-શ્રી બગડીયા અને શ્રી બાગમારને પણ આપવા જોઈએ અભિનંદન..!

ગાંધીધામ : દેશના અન્ય રાજયોની સાથે ગત રોજ કચ્છમાં પણ લોકસભા ચુંટણીના ત્રીજા તબક્કાનું મતદાન સંપન્ન થવા પામી ગયું છે. વિશાળ ભુગોળ ધરાવતા કચ્છ જિલ્લો ન માત્ર વિસ્તારની દ્રષ્ટીએ વિશાળ રહ્યો છે બલ્કે, સીમાવર્તી અને સરરહદી જિલ્લા હોવાથી તેની સુરક્ષા અને મહત્વતા હમેશા અનેરી જ બની રહેતી હોય છે. આવામાં લોકસભાની ચૂંટણી જેવા વિશાળ પડકારને શાંતીપૂર્ણ રીતે સંપન્ન કરાવનારા કચ્છ જિલ્લા કલેકટર અને ચુંટણી અધિકારી શ્રી અમિત અરોરાની સમગ્ર ટીમને શાબાશી આપવી જ ઘટે. દેશના સૌથી મોટા લોકશાહીના યજ્ઞમાં કચ્છીઓએ મતની આહુતી આપીનેે રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરી છે. જિલ્લામાં શાંતીપૂર્ણ માહોલમાં મતદાન પુર્ણ થતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે. જો કે, હજી પણ ર૭ દિવસ સુધી આચારસંહિતા રહેશે. સુરક્ષા તેમજ મતદાન કામગીરી સબંધે ૧પ હજાર અધિકારી કર્મચારીઓએ ખડેપગે રહી પ્રક્રિયા સંપન્ન કરાવી છે. ૧૧ લાખ મતદારોએ પોતાની ફરજ અદા કરી છે. હવે સૌને ૪ જુનની ઈન્તજારી છે. આ અંગેની વિગતો મુજબ લોકશાહીના આ મહાપર્વમાં જિલ્લાનું વહીવટી તંત્ર છેલ્લા બે મહિનાથી કામગીરીમાં જોતરાયું હતું. ચૂંટણી અંગેની આચારસંહિતા ૧૬મી માર્ચના જાહેર થયા બાદ કચ્છના ચૂંટણી અધિકારી અને કલેકટર અમીત અરોરાના માર્ગદર્શનમાં તંત્રએ માઈક્રો પ્લાનીંગ કરીને સુજ્જ આયોજન કર્યું હતું. ઈવીએમ તપાસણી, ઈવીએમ ફાળવણી, આચારસંહિતા નિયંત્રણ, મતદાન જાગૃતી, વોટરસ્લીપ, ચૂંટણીકાર્ડની કામગીરી, બુથવાઈઝ માઈક્રો પ્લાનીંગ, સહિતની કામગીરીઓ વહીવટીતંત્રએ સુપેરે પાર પાડી છે તો જિલ્લામાં રેન્જ આઈજી ચિરાગ કોરડીયાની રાહબરી હેઠળ પશ્ચિમ કચ્છ ડીઆઈજી મહેન્દ્ર બગડિયા અને પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમારના માર્ગદર્શન તળે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી અંકુશમાં રહી છે.મહાપર્વમાં અનિચ્છનીય ઘટના કે બનાવો બન્યા નથી. આ વખતે ક્ષત્રિય સમાજ દ્વારા છેડવામાં આવેલા આંદોલનના કારણે કચ્છમાં પણ પરિસ્થિતિ એક તબક્કે જોખમાઈ હતી. ઠેરઠેર ગામડાઓમાં પ્રચારનો વિરોધ, ઉમેદવારને ગામમાં નો-એન્ટ્રી સહિતના પરિબળોના કારણે સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી હતી. જો કે, મતદાનના સમયે કયાંય વિક્ષેપ સર્જાયો નથી. અગાઉની તુલનાએ આ ચૂંટણીમાં આંદોલનના કારણે સંવેદનશીલ મતદાન મથકો વધ્યા હતા. જયાં વેબકાસ્ટિંગથી મોનિટરીંગ કરાયું અને બંદોબસ્ત વધારવામાં આવ્યો હતો, જેના કારણે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થઈ હતી.  કચ્છ જિલ્લામાં લોકશાહીના પર્વને સાર્થક કરવા માટે વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ, વિવિધ વિભાગોના કર્મચારીઓ, શિક્ષકો, આરોગ્ય કર્મચારીઓ તેમજ પોલીસ જવાનોએ જે કામગીરી કરી છે તે અભિનંદનને પાત્ર છે સાથે જ જિલ્લામાં મતદારોએ પણ જે ઉત્સાહ બતાડ્યો છે અને ગરમીમા શેકાઈને લાઈનમાં ઊભા રહી પોતાની રાષ્ટ્ર પ્રત્યેની ફરજ અદા કરી છે તે પણ સરાહનીય છે. મતદાન પૂર્ણ થયા બાદ ઈવીએમ એન્જીનીયરીંગ કોલેજમાં સ્ટ્રોગરૂમમાં સીલ કરી દેવામાં આવ્યા છે. ત્યારે કર્મચારીઓ હવે ચૂંટણી કામગીરીમાંથી મહદઅંશે છુટા થયા છે અને હવે તેઓ પોતાના વિભાગની જવાબદારી નિભાવશે. જેથી સામાન્ય નાગરીકોના અટવાયેલા રોજીંદા કામ પણ હવે ધીમે- ધીમે પૂર્ણતા ભરી જશે પણ જ્યાં સુધી ઈવીએમ ગણતરી પૂર્ણ નહી થાય ત્યાં સુધી હજી જવાબદારીનો બોજો યથાવત રહેશે. 


.........


જરૂરી કામો થશે, ચુંટણી પંચની મંજુરીથી


હજી ૪ જુનના મત ગણતરી થશે તે બાદ આચારસંહિતા પૂર્ણ થશે એટલે કે હજી ર૭ દિવસ આચારસંહિતા રહેવાની હોવાથી રાજકીય કાર્યક્રમો નહી થાય. જો કે, નિયમાનુસાર આચારસંહિતા લાગુ રહેવાની હોવાથી કોઈ નિતિવિષયક નિર્ણયો કે દેશના અન્ય વિસ્તારના મતદારોને પ્રભાવિત કરે તેવી કામગીરી થઈ શકશે નહી, પરંતુ લોક ઉપયોગી અને તાત્કાલિક કરવા પડે તેવા કાર્યો શરૂ કરવાચુંટણી તંત્રની પરવાનગી લેવી પડશે તેવું જાણવા મળે છે.

Comments

COMMENT / REPLY FROM