K U T C H U D A Y
Trending News

ડીપીએ-કંડલા પોર્ટ પ્રશાસન લીંડબજશ ખાટવાની સસ્તી ની...

ડીપીએ-કંડલાના વે બ્રિજનો લોલમલોલ ઠેકો અંતે રદ કરોડ...

ઉનાળાની આડઅસર : કચ્છમાં દૈનિક દૂધ ઉત્પાદનમાં સવા લ...

ખેડોઈની રંંગલા પંજાબ હોટેલ પર ચોરીના કારસ્તાનનો પર...

શિકારપુર ફાયરિંગ કેસમાંં રાજકોટ હોસ્પિટલ બિછાને એક...

કચ્છમાં મત ગણતરીની તૈયારીઓનો ધમધમાટ શરૂ

અસગર ઉર્ફે કારા પર પૂર્વ કચ્છ પોલીસની તવાઈ : વધુ એ...

મીઠીરોહરના માથાભારે ઈસમ સિકંદર ઉર્ફે સિકલાને તડીપા...

જો ર૦૧૬-૧૭માં રાપરના પોલીસ અધિકારી તપાસમાં બેદરકાર...

ભુજ પંથકમાં ભર ઉનાળે વીજ ધાંધિયાનું વધ્યું પ્રમાણ....

કચ્છ રેન્જ આઇજીશ્રીની અધ્યક્ષતામાં પાલનપૂરમાં બાળક...

ભુજના આશાપુરાનગરમાં રાતના સમયે યુવાનની ઘાતકી હત્યા...

ગાંધીધામ નગરપાલીકા કુંભકર્ણિ નિંદ્રામાં : વરસાદી ન...

શિકારપુરના રણમાં મીઠાનું અગર ખાલી કરવા મુદ્દે ફાયર...

LCBત્રાટકી તો સ્થાનીકના કયા ખાખીધારીઓના ભરત-નટુ આણ...

આજથી ધોરણ-૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં ગુણ ચકા...

રણ માર્ગે શરાબની હેરફેર । ૪,૩ર૦ ક્વાર્ટરીયા સાથે ર...

ભચાઉની ખાનગી હોસ્પિટલમાં ફરી તબીબની બેદરકારી : પ્ર...

ભરૂચના નાપાક જાસુસીકાંડવાળી કચ્છમાં તો  હજુ’ય પણ ન...

લોદ્રાણીમાં ૪.ર૦ લાખના શરાબ સાથે બે શખ્સો ઝડપાયા

ધો. ૧૦ બોર્ડ પરીક્ષા : કચ્છનું ૮પ.૩૧ ટકા પરિણામ

ભુજની ભાગોળે ધમધમતા ઉદ્યોગો ફેલાવી રહ્યા છે ઝેરી પ...

નાની ચીરઈમાં ગટરની કુંડીમાં ત્યજી દેવાયેલું ભ્રુણ....

કચ્છનું ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું ૯૪.ર૩ ટકા પરિણામ

કચ્છમાં ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહનું ૮૪.૩ર ટકા પરિણામ

શાબાશ છે ટીમ કચ્છ કલેકટર અમિત અરોરાને! લેકસભા ચૂંટ...

૧૧ ઉમેદવારોને ૧૧ લાખ મતદારોએ આપેલા મત હવે સ્ટ્રોંગ...

માંડવી પાતાળેશ્વર મહાદેવ જમીન પચાવી પાડવાના કેસમાં...

કચ્છમાં સોલાર પેનલની સળગતી સમસ્યા : વોલ્ટેજમાં વધ-...

તંત્રની વ્યસ્તતાનો લાભ ઉઠાવતા ખનિજ માફિયાઓ : કચ્છમ...

નાની અરલમાં ખીચડીમાં એસીડ ભેળવીને વૃદ્ધાનો આપઘાત

ઢળતીસાંજે-મોડી રાતે કચ્છમાં ખનીજચોરો મેદાનમાં ખાણખ...

કચ્છમાં ટીબીના ૧પ૦૦ થી વધુ દર્દીઓની ચિંતામાં વધારો

માંડવીનો શખ્સ દુબઈમાં જઈને ડ્રગ્સનો સોદો કરી આવ્યો...

લખપત પટ્ટામાં સુજલામ સુફલામ નામે ખનીજચોરી કરનારાઓ....

હવે મુંદરામાં માટીચોરો ચડયા ઝપ્ટે : દોઢ કરોડથી વધુ...

પૂર્વ કચ્છમાં ખનીજ ચોરો બેફામ : ખાણ ખનીજ કચેરીના સ...

આરટીઈ પ્રવેશના બીજા રાઉન્ડને ચૂંટણીની બ્રેક

માંડવીનો શખ્સ પાસામાં સુરત જેલમાં ધકેલાયો 

ગાંધીધામમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળ...

લખપત પટ્ટામાં સુજલામ સુફલામ યોજનાના ઓઠા હેઠળની ખની...

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ ટોળકીનો પગપેશારોે કયાંક ક...

ડબ્બાનો ડખ્ખો : હાલતુરંત એડહોક સમિતીનું જ કરી દયો....

Sunday, 19 May
સ્થાનિક સમાચાર

કચ્છમાં ટીબીના ૧પ૦૦ થી વધુ દર્દીઓની ચિંતામાં વધારો

04 May




રાજયના અન્ય વિસ્તારોની સાથોસાથ કચ્છમાં પણ ઉપલીકક્ષાએથી દવાનું વિતરણ ઠપ્પ થતા નિયમિત દવા લેનારા દર્દીઓના કેન્દ્રએ પૂછપરછના ધરમધકકા


ભુજ : કચ્છ જિલ્લામાં રાજય સરકારના માર્ગદર્શન અન્વયે આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલ કાર્યવાહી અંતર્ગત ટીબીના ૧પપ૦ દર્દીઓ નોંધાયેલા છે. જેઓને સરકારી કેન્દ્રો પરથી નિયમિત લેવાની દવાનો જથ્થો પૂરો પાડવામાં આવે છે. પરંતુ છેલ્લા થોડા સમયથી રાજ્યના અન્ય વિસ્તારોની સાથોસાથ જિલ્લામાં પણ ટીબીની દવાના જથ્થાનું વિતરણ ઠપ્પ થતા  દરરોજ દવા લેનાર દર્દીઓ ૫રેશાનભરી સ્થિતિમાં મૂકાયાનું જાણવા મળે છે.
આ અંગેની વિગતો મુજબ ટીબી રોગને જાકારો આપવા, આ રોગના શંકાસ્પદ દર્દીઓને શોધી કાઢવા અને મળી આવેલા દર્દીઓને દવા-સારવારનો પૂરતો ડોઝ સમયસર મળી રહે તે માટે રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા અભિયાન ચલાવવામાં આવે છે.


આ અભિયાન અંતર્ગત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તારવાઇઝ વિઝિટ, શંકાસ્પદ દર્દીઓની તબીબી ચકાસણી સહિતની કામગીરી કરી રહ્યું છે. ઉપરાંત ટીબીના લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઇને તપાસ કરાવવાનો પ્રચાર-પ્રસાર પણ કરવામાં આવતો હોય છે. આ તમામ પાસાંઓના પરિણામે ફેલાયેલ જાગૃતતાના ભાગરુપે કચ્છ જિલ્લામાં ટીબીના અંદાજે ૧પપ૦ દર્દીઓ સરકારી ચોપડે નોંધાયેલા છે. આ દર્દીઓને અગાઉ દર સોમ, બુધ અને શુક્રવારે દવા લેવાની હોવા મુજબ, ૧૦ જુદા જુદા પ્રકારની દવાના ડોઝ દર્દીને બિમારીને અનુલક્ષીને આપવામાં આવતા હોય છે. દર્દીઓને દરરોજ દવા લેવાની હોવાથી તે મુજબનો જથ્થો જિલ્લાના તમામ કેન્દ્રોએ રાજયસ્તરેથી મોકલવામાં આવે છે. દરમ્યાન જાણવા મળ્યાનુસાર છેલ્લા થોડા દિવસોથી જિલ્લામાં ટીબી દવાનું વિતરણ કરતા કેન્દ્રોએ રાજયસ્તરેથી દવાનો જથ્થો પહોંચાડવામાં આવ્યો નથી. આ બાબતે ટીબી અધિકારી ડો.મનોજભાઈનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે, ન માત્ર કચ્છ પણ પરંતુ રાજ્યના તમામ  વિસ્તારોમાં ટીબીની દવાનો જથ્થો હાલમાં પહોંચી રહ્યો નથી. જો કે, કચ્છમાં હાલ જથ્થો ઉપલબ્ધ હોઈ દર્દીઓને માંગ મુજબ દવા આપવામાં આવી રહી છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, રાજ્યસ્તરેથી ટુંક સમયમાં દવાનું સપ્લાય પુનઃ રાબેતા મુજબ થઈ જશે તેવો આશાવાદ પણ વ્યકત કર્યો હતો.

 

Comments

COMMENT / REPLY FROM