મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
મુન્દ્રામાં વાહનચોરી કરતી પંજાબની ગેંગના ૨ આરોપી ઝડપાયા, ૬ બાઇક કબજે આદિપુરમાં સગીરા પર દુષ્કર્મ રાપરના ચિત્રોડમાં ગેરકાયદેસર દબાણો દૂર : ૬૩ લાખની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાઈ સરકારી જમીનો પરનાં ધાર્મિક અને વ્યાવસાયિક દબાણો સામે તંત્રની કાર્યવાહી પશ્ચિમ કચ્છમાં ખનીજચોરી ઠપ્પ : ખાણ-માફિયાઓમાં સન્નાટો રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન બનશે ભુજ ખાતે એઇમ્સ રાજકોટ દ્વારા યોજાનાર નિઃશુલ્ક મેગા સર્વરોગ નિદાન કેમ્પનો મહત્તમ લાભ લેવા સાંસદની અપીલ કચ્છ યુનિવર્સિટીમાં સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી અંજારમાં યુવાનોને નશામુક્તિ અને રાષ્ટ્રનિર્માણનો સંદેશ નેપાળ દેશમાં ભુજ મંદિરના સંતો અને નેપાલના નાણામંત્રીની ઉપસ્થિતિમાં નીલકંઠવર્ણી આશ્રમનું લોકાર્પણ ખાવડામાં અદાણીના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટનું વિશાળ સ્વરૂપ જોઈ દિલજીત દોસાંઝ અભિભૂત કચ્છમાં સ્વેટરના નામે ખાનગી શાળાઓની મનમાની સામે આક્રોશ

નમકના બેફામ દોડતા વાહને વધુ બે શિક્ષિકાનો ભોગ લીધો

WhatsApp X

હાજીપીર - ઢોરો રોડ પર મોપેડથી શાળાએ જતા શિક્ષકોને ટ્રેઈલરે ટક્કર મારતા બન્યો કરૂણ બનાવ : અકસ્માત સર્જી ટ્રેઈલર ડેરીમાં ઘુસી ગયું : સ્થળ પર જ બે મહિલાના મોતથી અરેરાટી ફેલાઈ : જિલ્લામાં અઠવાડિયાના ટૂંકા ગાળામાં ત્રણ મોટા અકસ્માતથી પોલીસ અને આરટીઓની કામગીરી સામે સવાલો 

ભુજ - કચ્છઉદય : પશ્ચિમ કચ્છમાં નમકના બેફામ દોડતા વાહનોના કારણે માર્ગો પર પસાર થવું હવે ખતરો કે ખેલાડી સમાન સાબિત થયું છે. અઠવાડિયાના ટૂંકા ગાળામાં ત્રણ મોટા અકસ્માત થતાં અનેક પરિવારોનો માળો વિખાયો છે. શાળાઓ શરૂ થતાં ગ્રામીણ વિસ્તારોમાં ફરજ પર જતા શિક્ષકોને ટ્રેઈલરે ટક્કર મારતા જીવનદીપ બૂઝાયો હતો. હાજીપીર - ઢોરો રોડ પર સર્જાયેલા અકસ્માતના બનાવે ભારે અરેરાટી જગાવી હતી. 

આ બાબતે સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ નખત્રાણાના હાજીપીર - ઢોરો માર્ગ પર આજે સવારે આ બનાવ બન્યો હતો. નખત્રાણા વિસ્તારમાં રહેતા અને શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા બે શિક્ષિકા રોજીંદા ક્રમ પ્રમાણે મોપેડ પર શાળાએ જવા નિકળ્યા હતા, ત્યારે ઢોરો ગામ પાસે આજે સવારે બેફામ બનેલા નમકના વાહન નંબર એચઆર ૩૮ એજી ૧૩પ૦ના ચાલકે બેદરકારીથી વાહન ચલાવી મોપેડ નંબર જી.જે. ર૭ એચએફ ૯૧૯પને ટક્કર મારતા ટ્રેઈલર નીચે આવી જવાના કારણે બંને શિક્ષિકાના ઘટના સ્થળે મોત થયા હતા. પ્રાથમિક વિગતો મુજબ દેશલપર ગ્રુપમાં ફરજ બજાવતા લુડબાય-ર પ્રાથમિક શાળાના સંધ્યાબેન રાજેન્દ્રસિંહ ગોહિલ અને ઉઠગડી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ઋષીતાબેન ડાયાભાઈ દિવાનનું કરૂણ મોત નિપજયું હતું. બંને બહેનો મોપેડથી શાળાએ જતા હતા. જેમાં સંધ્યાબેન છેલ્લા ૬ વર્ષથી અહીં નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું છે. જયારે ઋષીતાબેન એક વર્ષથી ફરજ બજાવતા હતા. તેઓ કચ્છ ભરતીમાં પસંદગી પામ્યા હોવાનું પણ શિક્ષકોએ માહિતી આપતા ઉમેર્યું હતું. આ બનાવથી શિક્ષકોના પરિવારમાં શોક સાથે અરેરાટી ફેલાઈ હતી. બનાવને પગલે સ્થળ પર લોકો એકત્ર થઈ ગયા હતા. દરમિયાન મળતી વધુ માહિતી મુજબ ટ્રેઈલર ચાલકે મોપેડને ટક્કર માર્યા બાદ અહીં આવેલ દુધ ડેરીમાં ઘુસી ગયું હતું, જેના કારણે દુધ ડેરીને પણ નુકશાન થયું હતું. સ્થાનિકોના કહેવા પ્રમાણે ટ્રેઈલર ચાલકે મોપેડને બે ફૂટ સુધી ઢસડી હતી. ડ્રાઈવરને જોકુ આવી જતાં આ બનાવ બન્યો હતો. ગામલોકોએ ડ્રાઈવરને મેથીપાક ચખાડ્યો હતો. 

અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. જોવા જઈએ તો ગત ર૧મી નવેમ્બરના વેકરિયાના રણ પાસે અકસ્માતમાં આર્મી પરિવારના ૭ સભ્યોના મોત થયા હતા. જે બાદ ર૪મી તારીખે હાજીપીર માર્ગે ઉભેલા ટ્રેકટરમાં ડમ્પર ભટકાતા ગર્ભવતી મહિલા, પતિ અને ભાઈ - બહેન સહિત ૪ના મોત થયા હતા. જેમાં મધ્યપ્રદેશના શ્રમિક પરિવાર પર કાળ ત્રાટકયો હતો. જે બાદ હવે બે શિક્ષકોના મોત થયા છે. 

.....................

અકસ્માતના બનાવોમાં પણ તત્રની વ્હાલા દવલાની નીતિ 

જયારે ભુજ - ખાવડા માર્ગ પર આર્મીના પરિવારને અકસ્માત નડ્યોને ૭ લોકોના મોત થયા ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે સહાય જાહેર કરી, વિવિધ અધિકારીઓ અને નેતાઓએ સોશ્યિલ મીડિયામાં શ્રદ્ધાંજલિની પોસ્ટ અપલોડ કરી સ્થળ પર ગયા, હોસ્પિટલ ગયા અને તંત્ર કેટલું સતર્ક છે તેવી છબી ચમકાવવાના પ્રયાસો કર્યા પરંતુ જયારે ઢોરો રોડ પર મધ્યપ્રદેશના ચાર શ્રમિકોના મોત થયા ત્યારે કોઈ પણ પ્રકારે સહાનુંભૂતિ વગર ગરીબ પરિવાર હોવાથી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાઈ. આજની ઘટના પણ કચ્છના વહિવટીતંત્ર, પોલીસ તંત્રએ રૂટીન અકસ્માત જ ગણીને કાર્યવાહી કરી છે.

...............

નમકના વાહનોમાં તાલપત્રીનો નિયમ કાગળ પર, ઇર્‌ંને મોતિયો

કચ્છમાં નમકના ઓવરલોડ વાહનોના કારણે અકસ્માત થવાનો સિલસિલો નવો નથી, અગાઉ પણ અકસ્માત થયા ત્યારે તાલપત્રીનો નિયમ અમલમાં આવ્યો હતો. ભારે વાહનો પર તાલપત્રી લગાવવામાં આવે તો નમક ઓછુ ઢોળાય પરિણામે અકસ્માતની ઘટનાઓ અટકી શકે, પરંતુ હાલમાં જોવા જઈએ તો નમક પરિવહનના મોટા ભાગના વાહનોમાં તાલપત્રી તુટેલી હોય છે, માત્ર દેખાડવા ખાતર ઢાંકવામાં આવે છે. તેમજ મોટાભાગના વાહનોમાં ફીટનેશ હોતી નથી. આરટીઓના નિયમો કાગળ પર હોય છે. લાયસન્સ વગરના ચાલકો વાહન ચલાવતા હોવાની ફરિયાદો લોકો કરી ચુકયા છે, તેમ છતાં આરટીઓ દ્વારા કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે આરટીઓની કામગીરી સામે પણ લોકોએ સવાલો ઉઠાવ્યા છે. 

............

નવો રસ્તો બનતા અકસ્માત ઘટવાના બદલે વધ્યા

હાજીપીર - ઢોરો માર્ગ પર નમકના વાહનો દોડતા હોવાથી આ રોડ ખરાબ થઈ જતા ૧૦૮ કે એસટી બસ પણ આ રૂટ પર દોડતી ન હતી. જે બાદ સરકારે કરોડો રૂપિયા મંજૂર કરી સિમેન્ટનો રોડ બનાવ્યો પરંતુ સરકારે સીસી રોડ નહીં અકસ્માતનો રોડ બનાવ્યો હોય તેમ લોકો જણાવી રહ્યા છે. અગાઉ ખરાબ રોડ હોવાથી વાહનો ગતિ નિયંત્રણમાં ચાલતા હવે સીસી રોડ બનતા વાહનો પુર ઝડપે ચાલી રહ્યા છે. જેથી અકસ્માતો ઘટવાના બદલે વધી રહ્યા છે. 

...........

દિવસ દરમિયાન માર્ગ પર ભારે વાહનોની અવર જવર બંધ કરો 

ઘટના સ્થળે ભેગા થયેલા સ્થાનિક આગેવાનો અને લોકોએ એકી સૂરે જણાવ્યું કે, આ માર્ગ પર અકસ્માતો વધતા હવે વાહન લઈને જવામાં પણ ડર લાગે છે. ગમે ત્યારે કાળ બનીને ડમ્પર ઘુસી આવે છે. ગ્રામીણ વિસ્તાર હોવાથી લોકોને કામસર દિવસ દરમિયાન અવર જવર કરવાની હોય છે. ત્યારે દિવસ દરમિયાન અકસ્માતો અટકાવવા આ માર્ગ પર ભારે વાહનોની અવર જવર બંધ કરવા માંગ કરાઈ છે. તંત્ર નિર્ણય નહીં કરે તો ગ્રામજનો આંદોલનનના મૂડમાં છે.  

............

રોડ પર નમક ઢોળાતા વાહનો સ્લીપ થવાના બનાવ રોજીંદા 

કચ્છમાં જયાં જયાં નમકના વાહનોનું પરિવહન થાય છે, ત્યાં રોડ પર રોજ નમક ઢોળાય છે, અને હાલમાં શિયાળાના કારણે સવારે ઝાકળ પડતાં માર્ગો લપસણા બનવાથી મોપેડ સ્લીપ થવાના બનાવો રોજીંદા બન્યા છે. ખાસ કરીને હાજીપીરથી કોટડા, કોટડાથી બિટ્ટા, બિટ્ટાથી નલિયા અને જખૌ સુધીનો માર્ગ તેમજ ભુજ - ખાવડા માર્ગ પર આ બનાવો સતત બને છે. સ્થાનિકોએ આ મુદ્દે પગલાં લેવાની માંગ કરી છે.  

...................

અકસ્માત થાય હાઈવે ઉપર, પોલીસ ચેકિંગ કરે સિટીમાં 

જયારે જયારે અકસ્માત થાય ત્યારે કચ્છની પોલીસ સરકારમાં સારૂ દેખાડવા માટે માત્ર ફોટો પડાવવા અને કાગળ પર કામગીરી કરે છે. તેનો એક દાખલો જોઈએ તો અકસ્માત ભુજ - ખાવડા હાઈવે અને હાજીપીર - ઢોરો રોડ પર થયા છે. પરંતુ પોલીસ ભુજમાં કલેકટર કચેરી, પ્રિન્સ રેસીડેન્સી પાસે ચેકિંગ કરે છે. અકસ્માત ટ્રેઈલર ચાલકો કરે અને પોલીસ રિક્ષા અને મોપેડ ચાલકોને અટકાવી પોતે કાર્યવાહી કર્યાનો રોફ જાળે છે. ખરેખર અહીં ભલે ચેકિંગ કરો પરંતુ ખરેખર જયાં ચેકપોસ્ટ છે, તે ભીરંડિયારા, હાજીપીર, લોરિયા, શેખપીર, મહિલા આશ્રમ ત્યાં કેમ કડક કાર્યવાહી થતી નથી. તે સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે. 

તસવીરો

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.