મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
જીતો ભુજ ચેપ્ટરના શપથવિધિ સમારોહ સાથે નવા કાર્યકાળનો પ્રારંભ થશે  અમૃતસર-જામનગર ઈકોનોમિક કોરિડોરના મિસિંગ લિંકના અપગ્રેડેશન માટે રૂ. ૧૧૮૨.૪૦ કરોડની મંજૂરી  ચાતુર્માસની સાધનાને જીવનમાં ઉતારવાનો ગુરૂભગવંતોનો સંદેશ જખૌ મરીન પોલીસ સ્ટેશનના ચોરીના વણશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલાયો કારતક સુદ પૂનમથી જૈન સાધુ-સાધ્વીજી ભગવંતોના વિહારનો પ્રારંભ કાસા એકેડમી દ્વારા મહિલાઓ માટે કોમ્પ્યુટર, બ્યુટી પાર્લર અને સીવણની નિઃશુલ્ક તાલીમ ભુજમાં લોકફાળાથી ઓમશ્રી સનાતન ચોકનું નવીનીકરણ કરાયું સામખીયારીમાં યુવકને નગ્ન કરી માર મારવાનો વીડિયો  બનાવી વાયરલ કરવાના કેસમાં ૭ આરોપીઓ ઝડપાયા મોટી ચીરઈ પાસે બ્રિજના ડિવાઈડર  પર ટ્રક ચડી જતાં આગ લોહિયાળ અકસ્માતો બાદ પોલીસ તંત્ર એક્શન મોડમાં  ભુજમાં નિયમભંગ કરનાર વાહનચાલકો પર પોલીસનો સપાટો પાલારા જેલમાં મોબાઇલની ઘૂસણખોરી પાછળ કોની મહેરબાની ? કચ્છના માર્ગો પર અંધારપટ અને ગાયબ સાઇન બોર્ડથી અકસ્માતનો ખતરો

કચ્છમાં ‘પા પા પગલી’ અંતર્ગત કેરા કુંદનપર ખાતે બાળ મેળો અને કિશોરી મેળો ઉત્સાહભેર યોજાયો

WhatsApp X

ભુજ - કચ્છઉદય : મહિલા અને બાળ વિકાસ વિભાગના સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત પૂર્વ પ્રાથમિક શિક્ષણના‘પા પા પગલી’ પ્રોજેક્ટ હેઠળ કચ્છ જિલ્લામાં કેરા કુંદનપર લેવા પટેલ ટ્રસ્ટ સંચાલિત શાળા ખાતે બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૩ થી ૬ વર્ષના બાળકો, ૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓઅને૧૯ ઘટકના કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

બાળ મેળાની સાથે સાથે કિશોરીઓ માટેના ખાસ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કિશોરીઓનેઆરોગ્ય, શિક્ષણ, આઇ.ટી.આઇ., બેંકઅનેપોસ્ટ ઓફિસઅંગેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે સવિસ્તાર સમજૂતી આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ, સાંસદ, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખી, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સહિત જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ સદસ્યો વગેરે મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા અને સહભાગીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો અને કિશોરીઓની સુષુપ્ત શક્તિઓને ખીલવી તેમનો સર્વાંગી વિકાસ સાધવો, કિશોરીઓને વિવિધ યોજનાઓથી માહિતગાર કરી સશક્ત બનાવવી અને વાલીઓ તથા સમુદાયનું આંગણવાડીના પૂર્વ પ્રાથમિક શિક્ષણ સાથે જોડાણ મજબૂત બનાવવાનો છે.બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરીને તેમની પ્રતિભા અને આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપવામાં આવ્યું.૩ થી ૬ વર્ષના બાળકોમાં જિજ્ઞાસા અને વિજ્ઞાન પ્રત્યે રુચિ કેળવતા સરળ-સુરક્ષિત પ્રયોગો તેમજ સ્થાનિક અને લો-કોસ્ટ સાધનોમાંથી તૈયાર કરેલી શૈક્ષણિક સામગ્રી અને રમતોનું પ્રદર્શન યોજાયું. બાળકો, કિશોરીઓ અને ઘટકના કાર્યકરોની સક્રિય ભાગીદારી, ઉપસ્થિત મહાનુભવોના માર્ગદર્શન તેમજ સુચારુ વ્યવસ્થાના પરિણામે આ કાર્યક્રમ અત્યંત આનંદમય, માહિતીપ્રદ અને સફળ રહ્યો હતો, જેનાથી બાળકોના સર્વાંગી વિકાસ, કિશોરી સશક્તિકરણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ પ્રત્યે સમુદાયમાં નવી ચેતના અને ઉત્સાહનો સંચાર થયો હતો. 

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.