મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
જીતો ભુજ ચેપ્ટરના શપથવિધિ સમારોહ સાથે નવા કાર્યકાળનો પ્રારંભ થશે  અમૃતસર-જામનગર ઈકોનોમિક કોરિડોરના મિસિંગ લિંકના અપગ્રેડેશન માટે રૂ. ૧૧૮૨.૪૦ કરોડની મંજૂરી  ચાતુર્માસની સાધનાને જીવનમાં ઉતારવાનો ગુરૂભગવંતોનો સંદેશ જખૌ મરીન પોલીસ સ્ટેશનના ચોરીના વણશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલાયો કચ્છમાં ‘પા પા પગલી’ અંતર્ગત કેરા કુંદનપર ખાતે બાળ મેળો અને કિશોરી મેળો ઉત્સાહભેર યોજાયો કારતક સુદ પૂનમથી જૈન સાધુ-સાધ્વીજી ભગવંતોના વિહારનો પ્રારંભ કાસા એકેડમી દ્વારા મહિલાઓ માટે કોમ્પ્યુટર, બ્યુટી પાર્લર અને સીવણની નિઃશુલ્ક તાલીમ ભુજમાં લોકફાળાથી ઓમશ્રી સનાતન ચોકનું નવીનીકરણ કરાયું સામખીયારીમાં યુવકને નગ્ન કરી માર મારવાનો વીડિયો  બનાવી વાયરલ કરવાના કેસમાં ૭ આરોપીઓ ઝડપાયા મોટી ચીરઈ પાસે બ્રિજના ડિવાઈડર  પર ટ્રક ચડી જતાં આગ લોહિયાળ અકસ્માતો બાદ પોલીસ તંત્ર એક્શન મોડમાં  ભુજમાં નિયમભંગ કરનાર વાહનચાલકો પર પોલીસનો સપાટો કચ્છના માર્ગો પર અંધારપટ અને ગાયબ સાઇન બોર્ડથી અકસ્માતનો ખતરો

પાલારા જેલમાં મોબાઇલની ઘૂસણખોરી પાછળ કોની મહેરબાની ?

WhatsApp X

વારંવાર ફોન પકડાવા છતાં સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો છે ખરો? ફોન જેલમાં કેવી રીતે પહોંચ્યા, કોણે ચાર્જ કર્યા અને કેદીઓએ કોની સાથે સંપર્ક કર્યો તેની ઊંડી તપાસ જરૂરી : આ મોબાઈલ સાયબર ક્રાઈમ ક્રોસ વિરીફીકેશન શા માટે નથી થતો....? આ મોબાઈલમાંથી કોને - કોને કોલ થયા..? અન્ય જેલની જેમ પાલારામાં મળતા મોબાઈલ તપાસ જરૂરી...

ભુજ - કચ્છઉદય : પાલારા જેલમાંથી વારંવાર મોબાઇલ ફોન મળી આવવાની ઘટનાઓ જેલની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કરી રહી છે. જેલમાં મોબાઇલ ફોન રાખવા પર પ્રતિબંધ હોવા છતાં કેદીઓ સુધી ફોન પહોંચી જાય છે તે બાબત સામાન્ય સુરક્ષા ચૂક ગણીને અવગણવા જેવી નથી. જેલની અંદર પ્રતિબંધિત મોબાઇલ પહોંચે છે કેવી રીતે, તેને પહોંચાડે છે કોણ અને આટલી સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં તપાસ દરમિયાન આવા ફોન પકડાતા કેમ નથી? વારંવાર બનતી આવી ઘટનાઓ વચ્ચે હવે માત્ર મોબાઇલ કબજે કરવાની કાર્યવાહી કરવાને બદલે તેની પાછળની સમગ્ર સાંકળ શોધવાનો સમય આવી ગયો છે.

જેલમાં મોબાઇલ ફોન પહોંચાડવા પાછળ કોઈ વ્યવસ્થિત ગોઠવણ છે કે કેમ તે તપાસનો મહત્ત્વનો વિષય છે. બહારથી ફોન અંદર પહોંચાડવામાં કોઈ વ્યક્તિ મદદ કરે છે કે જેલની અંદર જ કોઈની મિલિભગતથી આવી સુવિધા ઊભી કરવામાં આવી છે તે જાણવું જરૂરી છે. ફોન જેલમાં પહોંચ્યા પછી તેને ચાર્જ કરવાની વ્યવસ્થા ક્યાં થાય છે અને કેદીઓ તેનો ઉપયોગ કેવી રીતે કરે છે તે પણ તપાસવું જોઈએ. કેદીઓને કલાકના હિસાબે મોબાઇલ વાપરવા આપવામાં આવે છે કે એક ફોન કોલના બદલામાં ચોક્કસ રકમ લેવામાં આવે છે, તે અંગે પણ તપાસ થવી જોઈએ. જો નાણાં લઈને ફોન વાપરવાની કોઈ ગેરકાયદેસર વ્યવસ્થા ચાલતી હોય તો તેની પાછળ સંડોવાયેલા લોકો સુધી તપાસ પહોંચવી જોઈએ.

આ સમગ્ર મામલામાં અત્યાર સુધી પાલારા જેલમાંથી પકડાયેલા તમામ મોબાઇલ ફોનની સાયબર વિભાગ મારફતે ટેકનિકલ તપાસ કરાવવી અત્યંત જરૂરી છે. દરેક ફોનમાં કયા સીમકાર્ડનો ઉપયોગ થયો હતો, તે સીમકાર્ડ કોના નામે નોંધાયેલા હતા, કયા નંબર પર વાતચીત કરવામાં આવી હતી અને બહારથી કયા લોકોના ફોન આવ્યા હતા તેની વિગતો મેળવવી જોઈએ. માત્ર ફોન કોની પાસેથી મળ્યો તેની નોંધ રાખવાથી સમગ્ર હકીકત બહાર આવી શકે નહીં. ફોનનો ઉપયોગ વાસ્તવમાં કોણ કરતું હતું, અન્ય કેદીઓએ પણ તેનો ઉપયોગ કર્યો હતો કે કેમ અને બહારની કઈ વ્યક્તિઓ સાથે સંપર્ક રાખવામાં આવતો હતો તે જાણવું જરૂરી છે. કોલની વિગતોના આધારે સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવે તો મોબાઇલ જેલમાં પહોંચાડનાર અને તેનો ઉપયોગ કરનારાઓ વચ્ચેની કડી મળી શકે છે.

જેલમાં ગંભીર ગુનાઓના આરોપીઓ અને સજા ભોગવી રહેલા અપરાધીઓ બંધ હોય છે. આવા સંજોગોમાં મોબાઇલ ફોનનો ઉપયોગ માત્ર પરિવારજનો સાથે વાતચીત કરવા પૂરતો જ રહ્યો હશે એવું માની લેવું યોગ્ય નથી. પોતાના કેસમાં સાક્ષીઓને ધમકાવવા, ફરિયાદી પક્ષ પર દબાણ ઊભું કરવા અથવા પુરાવાઓને પ્રભાવિત કરવા માટે ફોનનો ઉપયોગ થયો છે કે કેમ તેની તપાસ થવી જોઈએ. આ ઉપરાંત જેલમાં બેઠા બેઠા બહાર ચાલતા ગેરકાયદેસર ધંધાઓનું સંચાલન કરવું, નાણાકીય વ્યવહારો કરવા કે બહારના સાગરીતોના માધ્યમથી ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપવાનું આયોજન કરવું જેવી શક્યતાઓને પણ તપાસના દાયરામાં લેવી જરૂરી છે. આવી કોઈ પ્રવૃત્તિ થઈ હોવાની પુષ્ટિ તપાસ વિના થઈ શકે નહીં, પરંતુ ગંભીર ગુનાઓના આરોપીઓના હાથમાં પ્રતિબંધિત મોબાઇલ પહોંચે ત્યારે આ તમામ પાસાંની તપાસ અનિવાર્ય બને છે.

ગુજરાતની અન્ય જેલોમાં પણ બિનવારસી મોબાઇલ ફોન મળી આવવાના બનાવોમાં ગુના નોંધાયા બાદ કોલ વિગતોના આધારે તપાસ અને સંબંધિત વ્યક્તિઓનાં નિવેદનો લેવાની કાર્યવાહી થયાના દાખલા છે. 

ત્યારે પાલારા જેલમાંથી અત્યાર સુધી પકડાયેલા મોબાઇલ ફોન અંગે કેટલી કાર્યવાહી કરવામાં આવી છે તે જાણવું પણ એટલું જ જરૂરી છે. પકડાયેલા તમામ ફોન સાયબર વિભાગને તપાસ માટે મોકલવામાં આવ્યા છે કે નહીં, તેમાં વપરાયેલા સીમકાર્ડના માલિકોની ઓળખ થઈ છે કે કેમ, કોલ વિગતોના આધારે બહારના સંપર્કોની પૂછપરછ કરવામાં આવી છે કે નહીં અને ફોન જેલમાં પહોંચાડનારાઓ સુધી તપાસ પહોંચી છે કે કેમ તે અંગે જેલ તંત્રએ સ્પષ્ટતા કરવી જોઈએ. અત્યાર સુધી પકડાયેલા તમામ મોબાઇલ ફોનની વિગતો એકત્રિત કરીને તેની સરખામણી કરવામાં આવે તો કોઈ ચોક્કસ નંબર, વ્યક્તિ કે સંપર્ક વારંવાર સામે આવે છે કે કેમ તે પણ જાણી શકાય. એક જ વ્યક્તિ અલગ અલગ ફોનમાં સીમકાર્ડ પૂરા પાડતી હોય અથવા એક જ સંપર્ક દ્વારા અનેક કેદીઓ સાથે વાતચીત થતી હોય તો તે તપાસ માટે મહત્ત્વની કડી બની શકે છે. આથી દરેક બનાવની અલગથી તપાસ કરવાની સાથે તમામ ઘટનાઓને એકસાથે જોડીને પણ તપાસ થવી જોઈએ. જેલની અંદર ફોન પહોંચાડવાની વ્યવસ્થા પાછળ કોઈ સંગઠિત ગોઠવણ હોય તો તેનો પર્દાફાશ થઈ શકે છે.જેલની સુરક્ષા માત્ર પ્રવેશદ્વાર પર તપાસ કરવા પૂરતી સીમિત ન રહી શકે. પ્રતિબંધિત વસ્તુઓ અંદર પહોંચતી અટકાવવી અને આવી વસ્તુઓ મળી આવે ત્યારે તેના મૂળ સુધી પહોંચવું પણ એટલું જ મહત્ત્વનું છે. વારંવાર મોબાઇલ ફોન પકડાવા છતાં જો તેને જેલમાં પહોંચાડનારાઓની ઓળખ ન થાય તો આવી ઘટનાઓ અટકાવવી મુશ્કેલ બની શકે છે. તેથી પાલારા જેલમાં પકડાયેલા દરેક મોબાઇલની કોલ વિગતો, સીમકાર્ડના માલિકો, સંપર્કમાં રહેલી વ્યક્તિઓ અને ફોન પહોંચાડવાની સંભવિત વ્યવસ્થાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. આખરે સૌથી મોટો સવાલ એ છે કે પાલારા જેલની અંદર મોબાઇલ ફોન પહોંચે છે કેવી રીતે અને આ સમગ્ર વ્યવસ્થા પાછળ જવાબદાર કોણ છે? આ સવાલનો જવાબ તપાસ દ્વારા બહાર આવવો જ જોઈએ.

........

જેલમાં મોબાઈલ મળવાની ઘટનાઓને હળવાશથી ન લેવાય; અંદરથી જ ગેરકાયદે નેટવર્ક ધમધમવાની આશંકા!

છાશવારે ઝડપાતા મોબાઈલ ફોન જેલ સુરક્ષા અને તપાસ વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કરે છે :  જેલની ચાર દીવાલો વચ્ચેથી જ આરોપીઓ પોતાના નેટવર્ક અને ધંધા ચલાવતા હોવાની પ્રબળ ચર્ચા :  મોબાઈલ ક્યાંથી આવ્યા, કોની સાથે વાત થઈ અને શું પ્રવૃત્તિ ચાલતી હતી તેની ઊંડાણપૂર્વક ચકાસણી જરૂરી

ગાંધીધામઃ જેલોમાં કેદીઓ અને આરોપીઓ પાસેથી છાશવારે મોબાઈલ ફોન મળી આવવાની ઘટનાઓ હવે સામાન્ય બની રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. પરંતુ કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ આ બાબતને જરાય હળવાશથી લઈ શકાય તેમ નથી. હકીકતમાં, બહાર રહેવા કરતાં જેલની અંદર આરોપીઓ વધુ ‘સલામત’ રહીને મોબાઈલ મારફતે પોતાના નેટવર્ક અને ગેરકાયદે ધંધાઓ ચલાવતા હોવાની આશંકાઓ પ્રબળ બની છે.

જેલમાં રહેલા ગુનેગારોને બહાર પોલીસ કે નવા કેસ થવાનો ડર ઓછો રહેતો હોવાથી તેઓ જેલમાંથી જ મોબાઈલ દ્વારા બહારના સાગરીતો સાથે સંપર્કમાં રહેતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ક્યાંક આ રીતે જેલની અંદરથી જ મોટા બેનામી સામ્રાજ્ય અને ગેરકાયદે પ્રવૃત્તિઓનું સંચાલન તો નથી થઈ રહ્યું ને? તેવો વેધક સવાલ જાગૃત નાગરિકોમાં ઊઠી રહ્યો છે.

........

તપાસ અને સુરક્ષા સામેના મુખ્ય સવાલો

*મોબાઈલ અંદર કેવી રીતે પહોંચે છે? કડક સુરક્ષા બંદોબસ્ત છતાં જેલની અંદર મોબાઈલ અને સિમકાર્ડ કોની રહેમનજર હેઠળ પહોંચે છે? *કોલ ડિટેલ્સ અને ચેટની ચકાસણીઃ :  માત્ર મોબાઈલ કબજે કરીને સંતોષ માનવાને બદલે આરોપીઓ જેલમાંથી કોની સાથે વાત કરતા હતા અને કયા વ્યવહારો ચલાવતા હતા તેની સાયબર અને ટેકનિકલ તપાસ થવી અનિવાર્ય છે.*જવાબદારી કોની? જેલ તંત્રની બેદરકારી કે મિલીભગત વિના આ શક્ય નથી, ત્યારે જવાબદાર કર્મચારીઓ સામે ક્યારે કડક પગલાં લેવાશે?

........

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.