મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
જીતો ભુજ ચેપ્ટરના શપથવિધિ સમારોહ સાથે નવા કાર્યકાળનો પ્રારંભ થશે  અમૃતસર-જામનગર ઈકોનોમિક કોરિડોરના મિસિંગ લિંકના અપગ્રેડેશન માટે રૂ. ૧૧૮૨.૪૦ કરોડની મંજૂરી  ચાતુર્માસની સાધનાને જીવનમાં ઉતારવાનો ગુરૂભગવંતોનો સંદેશ જખૌ મરીન પોલીસ સ્ટેશનના ચોરીના વણશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલાયો કચ્છમાં ‘પા પા પગલી’ અંતર્ગત કેરા કુંદનપર ખાતે બાળ મેળો અને કિશોરી મેળો ઉત્સાહભેર યોજાયો કારતક સુદ પૂનમથી જૈન સાધુ-સાધ્વીજી ભગવંતોના વિહારનો પ્રારંભ કાસા એકેડમી દ્વારા મહિલાઓ માટે કોમ્પ્યુટર, બ્યુટી પાર્લર અને સીવણની નિઃશુલ્ક તાલીમ સામખીયારીમાં યુવકને નગ્ન કરી માર મારવાનો વીડિયો  બનાવી વાયરલ કરવાના કેસમાં ૭ આરોપીઓ ઝડપાયા મોટી ચીરઈ પાસે બ્રિજના ડિવાઈડર  પર ટ્રક ચડી જતાં આગ લોહિયાળ અકસ્માતો બાદ પોલીસ તંત્ર એક્શન મોડમાં  ભુજમાં નિયમભંગ કરનાર વાહનચાલકો પર પોલીસનો સપાટો પાલારા જેલમાં મોબાઇલની ઘૂસણખોરી પાછળ કોની મહેરબાની ? કચ્છના માર્ગો પર અંધારપટ અને ગાયબ સાઇન બોર્ડથી અકસ્માતનો ખતરો

ભુજમાં લોકફાળાથી ઓમશ્રી સનાતન ચોકનું નવીનીકરણ કરાયું

WhatsApp X

ભુજ - કચ્છ ઉદય : મુન્દ્રા રોડ રિલોકેશન સાઈટ સ્થિત પ્રમુખસ્વામીનગર ખાતે આવેલા ઓમશ્રી સનાતન ચોકમાં લોકફાળાથી નવો દરવાજો બનાવવામાં આવ્યો છે.

ચોકમાં દરવાજો ન હોવાથી ત્યાં ચણ નાખ્યા બાદ કૂતરાં અને ગાયોનાં પ્રવેશને કારણે ગંદકી થતી હતી. ઉપરાંત બાળકો, વડીલો અને વૃદ્ધોને બેસવામાં પણ મુશ્કેલી પડતી હતી. દરરોજ યોજાતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બાળશાખા અને યુવાશાખાના સંચાલનમાં પણ દરવાજાના અભાવે અગવડતા ઊભી થતી હતી.

આ સમસ્યાના નિવારણ માટે સનાતન ચોકના જૂથના સંયોજક મહેન્દ્રસિંહ જાડેજાએ લોકફાળાની અપીલ કરી હતી. જેને સારો પ્રતિસાદ મળતાં અંદાજે રૂ. ૩૦ હજારનો લોકફાળો એકત્ર થયો હતો. આ રકમમાંથી ચોકમાં દરવાજો બનાવવા ઉપરાંત ક્ષતિગ્રસ્ત દીવાલનું સમારકામ, બાંકડાઓનું સમારકામ, રંગરોગાન અને સૂત્રો લખવા સહિતનાં કામો કરવામાં આવ્યાં હતાં.

આ ઉમદા કાર્યમાં ભૂપેન્દ્ર મહેતા, પ્રવીણ ભદ્રા, જિંગર ચૌથાણી, નિતિન કેશવાણી, જગદીશ ગઢવી, કિશોરભાઈ મકવાણા, જીતેન્દ્ર સોલંકી, જી.જે. જાડેજા, દિનેશભાઈ તન્ના, પ્રદીપભાઈ શાહ, વિનોદભાઈ ગોર, પરેશભાઈ માણેક, હિતેન્દ્રસિંહ જાડેજા, વિપુલભાઈ ઠક્કર, ભાવિકભાઈ ઠક્કર, અજીતભાઈ ભાનુશાલી સહિતના લોકોએ સહયોગ આપ્યો હતો. મહેન્દ્રસિંહ જાડેજાએ ચોકની સ્વચ્છતા અને સારસંભાળ જાળવવા નગરજનોને અપીલ કરી હતી.

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.