મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
ધરોહરોત્સવ ૨૦૨૬ અંતર્ગત ભુજમાં હેરિટેજ એન્ડ ફોટો વોકનું કરાયું આયોજન ભુજમાં ૭૦થી વધુ સંતો-મહંતોનું સંમેલન યોજાયું મધરાતે માનવતાનો હાથ લંબાવી તમિલનાડુની નિરાધાર મહિલાને આશ્રય અપાયો પરંપરાગત કચ્છી ભરતકામ બન્યું આત્મનિર્ભરતાનું માધ્યમ : ગામડાની કળાને મળ્યું દેશ-વિદેશના બજારોમાં સ્થાન વિકાસના કામો સમયસર શરૂ થતાં ગામોમાં પાયાની સુવિધાઓ વધુ મજબૂત બનશે : ત્રિકમભાઈ છાંગા ભુજ-ખાવડા હાઇવે સહિત ધોરડો અને રોડ ટુ હેવન માર્ગ પર માર્ગ સલામતીનાં પૂરતાં પગલાં ભરવા સાંસદની રજૂઆત આડેસર ગામમાં ઘરના આંગણેથી લીલા ગાંજાના છોડ સાથે ૬૦ વર્ષીય શખ્સ ઝડપાયો ભચાઉમાં લૂંટ અને વિશ્વાસઘાતના ગુનાનો ભેદ ઉકેલાયોઃ ગણતરીના કલાકોમાં બે આરોપીઓ ઝડપાયા આદિપુરમાં જુગારના અડ્ડા પર પોલીસ ત્રાટકી : ૭ જુગારીઓ ઝડપાયા ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિ.નો વહીવટ રામભરોસે : દર્દીઓ ભગવાન ભરોસે : મોટો જનાક્રોશ ભભુકયો ભચાઉ નજીક કબરાઉ પાસે ૩ લાખની લૂંટનો બનાવ  ભારાપર (અંજાર) માં ખોટા શક-વહેમ પર યુવતી પર એસિડ હુમલો

નવચેતનનો ૧૪૨ દિવસીય સેવાયજ્ઞ સંપન્ન

WhatsApp X

છ લાખથી વધુના ખર્ચે માનવસેવા, જીવદયા સહિતના કાર્યો કરાયા

ભુજ-કચ્છઉદય : સ્વ. ચેતન મહેતાની સ્મૃતિમાં છેલ્લા ૧૭ વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓ કરતી જૈન સેવા સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર દ્વારા ચાતુર્માસ નિમિત્તે યોજાયેલો ૧૪૨ દિવસીય સેવાયજ્ઞ પૂર્ણ થયો છે. સુવિશાલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કલ્પતરુસૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણા અને આશીર્વાદથી તથા પૂજ્ય આચાર્ય ભગવંત  આનંદવર્ધનસૂરીશ્વરજી મ.સા.અને પૂજ્ય આચાર્ય ભગવંત આત્મદર્શનસૂરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં આ સેવાકાર્યો યોજાયાં હતાં.

તા. ૫ જુલાઈથી શરૂ થયેલી આ પ્રવૃત્તિઓનું તા. ૨૩ નવેમ્બરના રોજ ચાતુર્માસ પૂર્ણાહુતિ સાથે સમાપન થયું હતું. ભુજ, માંડવી અને રાપર સહિતના વિસ્તારોમાં દાતાઓના સહયોગથી કુલ રૂા. ૬, ૦૧, ૭૮૫ના ખર્ચે માનવસેવા, જીવદયા, સાધર્મિક ભક્તિ અને શૈક્ષણિક ક્ષેત્રે વિવિધ કાર્યો કરવામાં આવ્યાં હતાં. જેમાં માનવસેવા પાછળ રૂા. ૩, ૦૭, ૭૦૫, જીવદયા માટે રૂા. ૧, ૫૬, ૫૮૦, સાધર્મિક ભક્તિમાં રૂા. ૧, ૦૩, ૫૦૦ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ પાછળ રૂા. ૩૪, ૦૦૦નો ખર્ચ કરાયો હતો.

સેવાયજ્ઞ નિર્વિઘ્ને પૂર્ણ થતાં પૂજ્ય ગુરુભગવંતોનો કૃતજ્ઞતાપૂર્વક સત્કાર કરી આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા. ગુરુદેવોએ સંસ્થાના સેવાભાવી કાર્યકરો અને દાતાઓની નિઃસ્વાર્થ કામગીરીને બિરદાવી સેવા પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવા પ્રેરણા આપી હતી. આ પ્રસંગે સંસ્થાના મોભી વેલજીભાઈ મહેતાના નેતૃત્વમાં પ્રોજેક્ટ ચેરમેન હિરેન દોશી, પ્રદીપભાઈ દોશી, ગિરીશભાઈ પારેખ, ઓજસ શેઠ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સેવા ભાવિક તબીબ રૂપાલીબેન મોરબીયાએ સેવાયજ્ઞની વિગતો રજૂ કરી હતી. 

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.