મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
રણોત્સવ ધોરડો ખાતે ટેન્ટ સિટી, રિસોર્ટ અને હોટલના સ્ટાફને ફાયર સેફ્ટીની તાલીમ અપાઈ કચ્છ જિલ્લામાં હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ કારીગરોની નોંધણી માટે વિશેષ સર્વે હાથ ધરાશે ખારેક સંશોધન મુન્દ્રા ખાતે “ખારેકનું લાલ સુંઢીયું : ઓળખ અને નિયંત્રણ” વિષય પર વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો દ્વારકા જિલ્લા ભાજપના મોરચાના હોદ્દેદારો સાથે સંગઠનાત્મક બેઠક અમદાવાદ રેલવે સ્ટેશનના ચાર પ્લેટફોર્મનો ૧૨૦ દિવસમાં કાયાપલટ કરવાનો લક્ષ્યાંક નખત્રાણા નવા નગરમાં ગૌશાળા નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરાયું  પિતાના ઠપકાથી ઘર છોડીને નીકળેલી ૧૦ વર્ષની બાળકીનું શી-ટીમે પરિવાર સાથે કરાવ્યું મિલન સામખીયાળીમાં શર્મનાક ઘટના : દુષ્કર્મ, મારકૂટ અને અશ્લીલ વીડિયો વાયરલ કરવાનો ગંભીર ગુનો આદિપુરમાં બુલેટની ટક્કરે પગે જતા યુવકનું મોત મુંદરામાં ભોરારા પાસે બોલેરો હડફેટે યુવકનું મોત આદિપુરમાં સગીરા પર નેપાળી શખ્સ દ્વારા દુષ્કર્મ ખીરસરા - કોઠારામાં લાખોની જમીન બારોબાર વેચી દેવાઈ

જી રામજી અંતર્ગત વિકસિત ગ્રામ પંચાયત પ્લાન બનાવવા એક દિવસીય વર્કશોપ સફળતાપૂર્વક સંપન્ન

WhatsApp X

ગુજરાત દેશમાં અગ્રેસર : ૧૭૦ અધિકારીઓએ ભાગ લીધો 

અમદાવાદ - કચ્છઉદય :  ભારત સરકારના ગ્રામીણ વિકાસ વિભાગની સૂચના અન્વયે વિકસિત ભારત ફ ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) એટલે કે વીબી - જી રામ જી અધિનિયમ, ૨૦૨૫ અંતર્ગત રાજ્યની તમામ ગ્રામ પંચાયતો દ્વારા તૈયાર કરવાના થતા વિકસિત ગ્રામ પંચાયત પ્લાન પર એક દિવસીય વર્કશોપ સરદાર પટેલ રાજ્ય વહીવટ સંસ્થા (સ્પીપા), અમદાવાદ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો.

આ વર્કશોપ ગુજરાત રાજ્યના ગ્રામ વિકાસ વિભાગના કમિશનર અને અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થાના વિશેષ નિયામક સી. સી. કોટક સરની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. વર્કશોપમાં વીબી - જી રામ જીના રાજ્ય સ્તરના અધિકારીઓ, રાજ્યના ૩૪ જિલ્લાઓના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકો તથા જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ મળી કુલ ૧૭૦ સહભાગીઓએ ભાગ લીધો હતો.

વર્કશોપના પ્રારંભે વિશેષ નિયામક સી. સી. કોટકે પ્રાસંગિક ઉદ્દબોધન આપતાં વીબી - જી રામ જી અધિનિયમની મુખ્ય જોગવાઈઓ, વિકસિત ગ્રામ પંચાયત પ્લાનનું મહત્ત્વ, સહભાગી આયોજન, પીઆરએ ટૂલ્સ, વિવિધ વિભાગો સાથે કન્વર્જન્સ અને અધિકારીઓની ભૂમિકા અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વીજીપીપી નીચેથી ઉપરના આયોજન દ્વારા ગામની વાસ્તવિક જરૂરિયાતોને આધારે ટકાઉ સંપત્તિ નિર્માણ અને સર્વગ્રાહી ગ્રામ વિકાસને વેગ આપશે.

વર્કશોપમાં વીજીપીપીનો પરિચય અને માળખું, અધિનિયમની જોગવાઈઓ, સહભાગીદારી આધારિત આયોજન, કામોની કેટેગરી, કન્વર્જન્સ તથા ગ્રામ પંચાયત વિકાસ પ્લાનની તૈયારી અને અમલીકરણ જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા અને ઓરિએન્ટેશન આપવામાં આવ્યું હતું. પ્રિ-ટેસ્ટ અને પોસ્ટ-ટેસ્ટ દ્વારા સહભાગીઓની સમજણનું મૂલ્યાંકન પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય આ ક્ષેત્રમાં દેશમાં અગ્રેસર રહીને વિકસિત ભારત જ્ર૨૦૪૭ ના વિઝનને સાકાર કરવાની દિશામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. ં

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.