મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
ભુજ - ધોરડો રોડ પર આવેલા રિસોર્ટ, હોટલ અને હોમ સ્ટે સહિત ૪૨ સ્થળોએ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આકસ્મિક ચેકિંગ અભિયાન હાથ ધરાયું પોખરણમાં અદાણીની બઘીરા એટી-વન એન્ટી-ટેન્ક મિસાઇલ સિસ્ટમનું સફળ પરીક્ષણ નિરાધાર લોકોની સેવાની કામગીરી નિહાળી દેઢિયા પરિવારે વ્યક્ત કરી સહયોગની ભાવના ​​​​​​​પ્રાગપર ગામે કાનૂની સહાય કેન્દ્ર શરૂ કરાયું અમદાવાદ-બરૌની વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવાનો રેલવેનો નિર્ણય અસામાજિક પ્રવૃત્તિમાં સંડોવાયેલા સાહિલ સામે પાસા હેઠળ કાર્યવાહી મીઠીરોહરમાં દેશી દારૂ બનાવવાના અડ્ડા પર ગાંધીધામ બી ડિવિઝન પોલીસનો દરોડો : ૨,૨૦૦ લીટર આથો ઝડપાયો આડેસર પોલીસનો સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો પર સપાટો : હોટલ સહિત ૬ દુકાનો નું ડિમોલિશન કરાયું કચ્છમાં દિવાળીની આડમાં બજારોમાં બેફામ ખેલાયો જીએસટી ચોરીનો કાળો કારોબાર નખત્રાણામાં માતાએ માસુમ પુત્ર સાથે અગન પીછોડી ઓઢી મોતને વ્હાલું કર્યું  અંજારમાં એલસીબીએ ૧૩.૪૩ લાખના વિદેશી દારૂ સહિત વાહનો જપ્ત કર્યા રણોત્સવ ધોરડો ખાતે ટેન્ટ સિટી, રિસોર્ટ અને હોટલના સ્ટાફને ફાયર સેફ્ટીની તાલીમ અપાઈ

રાપર-પ્રાગપર રોડ પર સરકારી જમીન પરનું  રૂ. ૧૫ લાખનું ગેરકાયદેસર દબાણ દૂર કરાયું

WhatsApp X

રાપર પોલીસ અને કચ્છ જિલ્લા વહીવટી તંત્રની સંયુક્ત 

કામગીરી, ૨૫૦ ચોરસ મીટરનું કોમર્શિયલ દબાણ હટાવાયું

રાપર : રાપર પોલીસ સ્ટેશન દ્વારા ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર તથા ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.આર. પ્રજાપતિની આગેવાનીમાં રાપર-પ્રાગપર રોડ પર સરકારી પડતર જમીન ઉપર મહમદ અયુબભાઈ હસનભાઈ મન્સૂરી દ્વારા કરવામાં આવેલ આશરે ૨૫૦ ચોરસ મીટર (૨૬૯૧ ચોરસ ફૂટ)નું ગેરકાયદેસર કોમર્શિયલ મકાનનું દબાણ કચ્છ જિલ્લા વહીવટી તંત્ર સાથે સંયુક્ત રીતે દૂર કરવામાં આવ્યું હતું. દૂર કરાયેલા દબાણની અંદાજિત કિંમત રૂ. ૧૫ લાખ હોવાનું જાણવા મળ્યું છે. આ કામગીરીમાં ઇન્ચાર્જ પી.આઈ. શ્રી વી.આર. પ્રજાપતિ, નાયબ મામલતદાર શ્રી સંદીપભાઈ મકવાણા, પો.સબ.ઇન્સ. શ્રી બી.એસ. ચૌધરી, શ્રી પી.એલ. ફણેજા તથા રાપર પોલીસ સ્ટાફ જોડાયો હતો.

તસવીરો

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.