ગાંધીધામ : સામખિયાળીની શુભમ સોસાયટીમાં રહેતા રાકેશભાઈ મારવાડીએ રસોઈકામ માટે બોલાવી બદનામ કરવાની ધમકી આપી અવારનવાર મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ ફરીયાદણ એ કર્યો છે. ફરિયાદ મુજબ રાકેશના ઘરે હાજર હતા ત્યારે ચેલા સુજા રબારી, હરિ હરભમ રબારી (ઘરાણા/સામખિયાળી), ગોવા નાગજી રબારી, ભુરા કરશન રબારી, વાલા પબા રબારી, વીભા દેવા રબારી, શંકર નાગજી રબારી અને રાજા રામા રબારી સહિતના શખ્સોએ ગેરકાયદે મંડળી રચી ઘરમાં પ્રવેશ કરી મારામારી કરી હતી, કપડા ઉતારી વીડિયો બનાવ્યો હતો અને સંમતિ વિના સોશિયલ મીડિયામાં વાયરલ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બદનામીના ભયને કારણે ફરિયાદ મોડી નોંધાવી હોવાનું જણાવાયું છે. આ અંગે સામખિયાળી પોલીસે બીએનએસની કલમ ૬૪(૨)(એમ), ૧૧૫(૨), ૩૫૧(૩), ૭૬, ૭૭, ૧૮૯(૨), ૧૯૦, ૧૯૧(૨), ૩૩૩ તથા આઈ.ટી. એક્ટની કલમ ૬૬(ઈ), ૬૭(એ) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સામખીયાળીમાં શર્મનાક ઘટના : દુષ્કર્મ, મારકૂટ અને અશ્લીલ વીડિયો વાયરલ કરવાનો ગંભીર ગુનો

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.