કચ્છ-વડોદરામાં કરોડોની ઠગાઈ આચરનાર નકલી સીબીઆઈ ઓફીસર અંતે દબોચાયો
ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી
વડોદરા અને કચ્છમાં કરોડોની ઠગાઈ આચરનાર કુખ્યાત આરોપી ઝડપાયોઃ ચાર ગંભીર ગુનાઓમાં હતો ફરાર : આદિપુર-ગાંધીધામ પોલીસ મથકમાં નોધાયેલી છે ફરીયાદો
આદિપુર-ગાંધીધામમાં પણ જો ઠગાઈના ગુના નોધાયેલા હોય તો પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમની ટીમઆ શખ્સના રીમાન્ડ મેળવી વેળાસર કરે છાનબીન : કચ્છના ભોગગ્રસ્તોને મળશે ન્યાય
ગાંધીધામ : ગુજરાતમાં સાયબર ક્રાઈમ અને ડિજિટલ અરેસ્ટના વધતા જતા ગુનાઓ વચ્ચે પોલીસને એક મોટી સફળતા મળી છે. વડોદરા અને કચ્છ સહિતના વિસ્તારોમાં લોકોને વીડિયો કોલ કરીને સીબીઆઈ (ઝ્રમ્ૈં) અને ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લાખો-કરોડો રૂપિયા પડાવનાર મુખ્ય ઠગ
પોલીસના સકંજામાં આવી ગયો છે. પકડાયેલા આ આરોપી વિરુદ્ધ અગાઉથી જ ચાર ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા અને તે લાંબા સમયથી ફરાર ચાલી રહ્યો હતો.ચાર ગંભીર ગુનાઓમાં વોન્ટેડ અને ફરાર ચાલતા આ મુખ્ય આરોપીના ઝડપાઈ જવાથી સાયબર ક્રાઈમના અન્ય મોટા ભેદો ખુલે તેવી પૂરી શક્યતા છે. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવીને આ રેકેટમાં તેની સાથે સંકળાયેલા અન્ય સાગરિતો અને દેશભરમાં ફેલાયેલા આંતરરાજ્ય સાયબર ઠગ ગેંગના નેટવર્ક અંગે
વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
.......................
વીડિયો કોલ દ્વારા ડ્રગ્સ અને સીબીઆઈ કેસનો ડર
ગાંધીધામ : આરોપીઓનું આ નેટવર્ક અત્યંત આધુનિક અને ભયજનક રીતે કામ કરતું હતું. ઠગ ટોળકી દ્વારા નાગરિકોને સ્કાઈપે કે અન્ય માધ્યમોથી વીડિયો કોલ કરવામાં આવતા હતા. પોતાને સીબીઆઈ કે પોલીસ અધિકારી તરીકે ઓળખાવીને ટાર્ગેટ કરવામાં આવેલી વ્યક્તિના નામ પર કુરિયરમાં ડ્રગ્સ કે ગેરકાયદેસર પાર્સલ આવ્યાનું જણાવી મની લોન્ડરિંગ કે ડ્રગ્સ કેસમાં ગંભીર ગુનામાં ફસાવી દેવાની ધમકી અપાતી હતી. આ ખોટા કેસના ડભથી ગભરાઈને લોકો પોતાની જીવનભરની બચત ઠગરોના ખાતામાં ટ્રાન્સફર કરી દેતા હતા.
...............
કચ્છમાં કોની-કોની પાસેથી ઠગાઈ કરી હતી
ગાંધીધામ : પોલીસ તપાસ અને પ્રાથમિક અહેવાલો મુજબ, આ આરોપીએ કચ્છના ગાંધીધામ અને
આદિપુર વિસ્તારના નાગરિકોને નિશાન બનાવીને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. હાલના તબક્કે પોલીસ અને મીડિયા અહેવાલોમાં ફરિયાદીઓના વ્યક્તિગત નામ જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ આ બંને પોલીસ સ્ટેશન (ગાંધીધામ અને આદિપુર) ના ચોપડે નોંધાયેલા ડિજિટલ અરેસ્ટ અને નકલી પોલીસ બનીને થયેલી છેતરપિંડીના કેસમાં તેની મુખ્ય ભૂમિકા હોવાનું સામે આવ્યું છે.
...........................
કચ્છ અને વડોદરામાં બે કરોડ થી વધુની ઠગાઈ
ગાંધીધામ : આ ઠગ ગેંગે માત્ર વડોદરા જ નહીં પરંતુ કચ્છ પંથકમાં પણ વ્યાપક સ્તરે છેતરપિંડી આચરી હતી. પ્રાથમિક તપાસમાં આ આરોપીઓ દ્વારા માત્ર એક-બે નહીં પરંતુ કચ્છ અને વડોદરાના વિસ્તારોમાંથી જ કુલ બે કરોડ રૂપિયાથી વધુની માતબર રકમની ઠગાઈ આચરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. અગાઉ પણ પૂર્વ આઈએસપી પરિવાર સહિત અનેક નાગરિકો ડિજિટલ અરેસ્ટ અને આ પ્રકારે નકલી પોલીસ અધિકારીઓની ધમકીનો ભોગ બન્યા હોવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે.
................
ઝડપાયેલ કુખ્યાત શખ્સનો ગુનાહિત ઈતિહાસ
*કયા ૪ પોલીસ સ્ટેશનના ગુનામાં ફરાર હતો : આરોપી બ્રિજેશ પટેલ વિરુદ્ધ કુલ ૨.૪૦ કરોડની ઓનલાઈન ઠગાઈના વિવિધ ચાર પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા હતા, જેમાં તે લાંબા સમયથી વોન્ટેડ હતોઃ ૧.અકોટા પોલીસ સ્ટેશન* (વડોદરા શહેર) ૨.પાણીગેટ પોલીસ સ્ટેશન (વડોદરા શહેર)૩. ગાંધીધામ પોલીસ સ્ટેશન (પૂર્વ કચ્છ)૪.આદિપુર પોલીસ સ્ટેશન (પૂર્વ કચ્છ)
...................
મોડસ ઓપરેન્ડી (ઠગાઈની રીત)
ગાંધીધામ : આરોપી વીડિયો કોલ પર ખાખી વર્દી પહેરીને પોતાની ઓળખ પોલીસ
ઈન્સ્પેક્ટર કે ઝ્રમ્ૈં અધિકારી તરીકે આપતો હતો. સામેવાળી વ્યક્તિના નામના પાર્સલમાં ડ્રગ્સ મળ્યું હોવાનું અથવા મની લોન્ડરિંગ અને ઇમ્ૈં ના કેસમાં નામ સંડોવાયેલું હોવાનું જણાવી ‘ડિજિટલ અરેસ્ટ’નો ડર બતાવતો હતો. ત્યારબાદ કેસ રફેદફે કરવાના બહાને બોગસ કંપનીઓ અને પરિચિતોના નામે ખોલાવેલા બેંક ખાતાઓમાં ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરાવી લેતો હતો. હાલ વડોદરા પોલીસે તેને અકોટા પોલીસને સોંપીને વધુ પૂછપરછ હાથ ધરી છે.

Comments