Trending News
ક્રાઈમ

પૂર્વ કચ્છના માર્ગો પુનઃ રકતરંજિત : સામખીયાળી-રાપર-પ્રાગપર રોડ- ગાંધીધામ નેશનલ હાઈવે પર અકસ્માતમાં ૪ના મોત.!

07 November





 સામખીયારી હાઇવે પર ટેન્કરની ટક્કરે અજાણ્યા પ્રૌઢનું મોતઃ વાલીવારસની શોધખોળ :  રાપર-પ્રાગપર રોડ પર ટ્રિપલ અકસ્માતઃ મોટરસાઇકલ સવાર બે યુવાનોના કરુણ મોત : . ગાંધીધામ નેશનલ હાઇવે પર બેદરકારીથી ઊભેલી કાર પાછળ બાઇક અથડાતા ગંભીર અકસ્માતઃ એકનું મોત, એક ઇજાગ્રસ્ત


ગાંધીધામ : પૂર્વ કચ્છના માર્ગો ફરી રકતરંજિત થવા પામી ગયા હોવા સમાન ઘટનાક્રમો અલગ અલગ વિસ્તારોમાં સામે આવવા પામી રહ્યા છે. સામખીયારીથી ભચાઉ જતા નેશનલ હાઈવે રોડ પર સામખીયારી રેલવે સ્ટેશન સામે ગત તા. ૩૦ ઓક્ટોબરના રોજ રાત્રિના સુમારે પૂરઝડપે અને બેદરકારીથી દોડી રહેલા ટેન્કર ટ્રક (નં. જીજે-૧૨-બીએક્સ-૭૨૬૯) ના ચાલકે માર્ગ ઓળંગી રહેલા આશરે ૫૦ વર્ષીય અજાણ્યા પુરૂષને અડફેટે લીધા હતા. આ ગંભીર અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલા અજાણ્યા પ્રૌઢનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે લાલમામદભાઈ ગુલમામદ રાઉમાએ સામખીયારી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે અકસ્માત સર્જનાર ટેન્કરચાલક વાહન મૂકી નાસી છૂટ્યો હતો. મૃતક અજાણ્યા ઇસમનો આજદિન સુધી કોઈ જ વાલીવારસ કે અતોપતો ન મળતા જાગૃત નાગરિક તરીકે મોડેથી પોલીસ મથકે જાણ કરવામાં આવી છે. પોલીસે બી.એન.એસ. કલમ ૨૮૧, ૧૨૫(૧), ૧૨૫(૨), ૧૦૬(૧) તથા એમ.વી. એક્ટની કલમ ૧૭૭, ૧૮૪ અને ૧૩૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જયારે રાપર તાલુકાના રાપર-પ્રાગપર રોડ પર કારૂડેશ્વર મહાદેવના મંદિરથી આગળ બેઠા પુલ પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે યુવકોએ જીવ ગુમાવ્યા છે. મળતી વિગતો મુજબ, ટેમ્પો વાહન (નં. જીજે-૩૯-ટીબી-૩૮૧૪) ના ચાલક ઇમરાન મુસાભાઈ કુંભારે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી મયુદીન ઉમરભાઈ કુંભારની મોટરસાઇકલ (નં. જીજે-૩૯-એમ-૭૯૪૧) સાથે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મોટરસાઇકલ પાછળ બેસેલ અફઝલ રમજુભાઈ કુંભાર (ઉ.વ. ૨૩) ને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે મોટરસાઇકલ ચાલક મયુદીન રમજુભાઈ કુંભાર (ઉ.વ. ૨૧) નું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. રાપર પોલીસે ટેમ્પો ચાલક વિરુદ્ધ બી.એન.એસ. કલમ ૧૦૬(૧), ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તથા મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. તો ગાંધીધામના ગાંધીધામથી ભચાઉ તરફ જતા નેશનલ હાઇવે રોડ પર સમાન પુલ પાસે હાઇવે ઉપર કોઈ પણ જાતની ઇન્ડિકેટર કે સુરક્ષા વગર સફેદ રંગની કાર બિનવારસી અને અડચણરૂપ રીતે ઊભી રાખવામાં આવી હતી. આ અંધકાર કે બેદરકારીભર્યા પાર્કિંગના કારણે હુશેન ઉર્ફે સમીર અને અબ્બાસ પોતાની મોટરસાઇકલ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કારના પાછળના ભાગે બાઇક ધડાકાભેર 
અથડાઈ હતી.આ ગંભીર અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે સાહેદ હુશેન ઉર્ફે સમીરને માથાના ભાગે તથા ડાબા પગમાં ફેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અંગે મુસાભાઈ કરીમભાઈએ ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


.........

Comments

COMMENT / REPLY FROM