Trending News
સ્થાનિક સમાચાર

આઈટીના ૮૦૪ કરોડનું કૌભાંડ : ઈડી કેમ ગાંધીધામના પાંચ સીએ-વચેટીયાઓના ન લે કડક ઉધડા : સમન્સ તો પાઠવો..!

07 November



વિદેશ હવાલાના એન્ગલથી એન્ફોર્સમેન્ટ ડીરેકટરે ઉતરવુ જોઈએ મેદાનમાં

ગાંધીધામ : પૂર્વ કચ્છના વ્યાપારી અને આર્થિક કેન્દ્ર ગણાતા ગાંધીધામમાં પ્રકાશમાં આવેલા મસમોટા ૮૦૪.૩૦ કરોડના આવકવેરા (I-T) અને બોગસ રેમિટન્સ કૌભાંડ મામલે રાજ્ય અને કેન્દ્રીય સ્તરે ખળભળાટ મચી ગયો છે. આવકવેરા વિભાગની સઘન તપાસ બાદ ગાંધીધામ ખાતે નોંધાયેલી આ ગંભીર ફરિયાદમાં ચાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્‌સ (CAs) સહિત કુલ ૯ શખ્સોની સંડોવણ બહાર આવી છે, ત્યારે આ કૌભાંડના તાર કેટલા ઊંડા છે તે તપાસવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પણ તાત્કાલિક મેદાનમાં ઉતરીને કડક ઉઘડા લેવાની લોકમાનસમાં પ્રબળ માંગ ઉઠી રહી છે.૧પ સી-બી સર્ટીફેકટ સીએ દ્વારા જે અપાયા છેતેનાથી નાણાની વિદેશમાં જ હેરફેર થઈ છે, તેવા ટ્રાન્સઝેકશન માટેનું જ આ સર્ટીફીકેટ હોય છે.  અને સીએ જેવા કાયદાના તજજ્ઞો આવા સર્ટીફીકેટ કોઈ ભુલ-ચુકથી આપ્યા હોય તે કેાઈ માની શકે જ નહી, તેમના ઈરાદાઓ અથવા તો 
લાલચમાં જ આ પ્રમાણપત્રો અપાઈ ગયા અને વિદેશમાં સેલ કંપનીઓ માફરતે નાણાની હેરફેર થઈ છે તેવુ સ્પષ્ટ ફલિત થતુ જોવાઈ રહ્યુ છે. આવા સમયે હકીકતમાં ઈડીએ ત્રાટકી અને સમન્સ પાઠવી અને સબંધિતોનાકડક ઉલટ પુછાણા લેવા જોઈએ તો ઘણા નવા ખુલાસા થઈ શકે તેમ છે.આ કેસ માત્ર કરચોરી પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે મની લોન્ડરિંગ (Money Laundering) અને આંતરરાષ્ટ્રીય હવાલા રેકેટ સાથે જોડાયેલો છે. ગાંધીધામના જે સીએ અને વચેટિયાઓએ આ બોગસ સર્ટિફિકેટ્‌સ જારી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે, તેમને કઠેડામાં ઊભા કરવા અનિવાર્ય છે. હવે નાણાકીય ગુનાઓની તપાસ કરતી કેન્દ્રીય એજન્સી ઈડી આ મામલે સક્રિય થઈને તમામ સંડોવાયેલા સીએ અને વચેટિયાઓને સમન્સ પાઠવીને કડક ઉઘડો લે અને મની ટ્રેલ (Money Trail)  શોધી કાઢે તેવી તીવ્ર માંગ ઉઠી રહી છે.

..........


ગાંધીધામના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્‌સ અને વચેટિયાઓની ભૂમિકા

ગાંધીધામ : આ સમગ્ર કૌભાંડમાં ગાંધીધામના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્‌સ અને વચેટિયાઓએ કાયદાકીય છટકબારીઓનો ગેરલાભ ઉઠાવીને કરોડો રૂપિયાના કૌભાંડને અંજામ આપ્યો હોવાનો આક્ષેપ છે. તપાસમાં ખૂલ્યા મુજબ, મુખ્ય આરોપી સીએ અને વચેટિયાઓએ કોઈપણ પ્રકારના આધારભૂત દસ્તાવેજો, હિસાબી ચોપડા કે સાચા કરારોની ખરાઈ કર્યા વિના જ આડેધડ બોગસ ‘ફોર્મ ૧૫-સીબી’ સર્ટિફિકેટ્‌સ ઇશ્યુ કરી દીધા હતા. શેલ કંપનીઓ અને તેના વાસ્તવિક માલિકોને છુપાવીને માત્ર કમીશનખોર વચેટિયાઓના ઈશારે અંદાજે ૫૨૦ જેટલાં ગેરકાયદે પ્રમાણપત્રો તૈયાર કરવામાં આવ્યા હતા, જેના આધારે સરકારી તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.

...........

હવાલા નેટવર્ક અને વિદેશી હવાલાનું કનેક્શન કેવી રીતે કામ કરે છે?

ગાંધીધામ : આ ૮૦૪.૩૦ કરોડના કૌભાંડના ઘટનાક્રમમાં હવાલા-નેટવર્ક ની ભૂમિકા અત્યંત કેન્દ્રસ્થ રહી હોવાની પૂરી શક્યતા છેઃ
*ખોટા રેમિટન્સ અને બોગસ આયાત-નિકાસઃ વિદેશમાં નાણાં મોકલવા માટે જે બેંકિંગ પ્રક્રિયા અપનાવવામાં આવે છે, તેમાં આ સીએ અને વચેટિયાઓએ ખોટા ઇન્વોઇસ અને દસ્તાવેજોના આધારે આઉટવર્ડ રેમિટન્સ પાસ કરાવ્યા હતા. *શાલ કંપનીઓનો દુરુપયોગઃ મુંબઈ, ગાંધીધામ, બેંગલુરુ અને દિલ્હી જેવી જગ્યાઓની શેલ (કાગળ પરની) કંપનીઓનો ઉપયોગ કરીને ભારતીય નાણાં ગેરકાયદેસર રીતે હવાલા માર્ગે વિદેશી ખાતાઓમાં ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. *કૌભાંડના નાણાંનું રોટેશનઃ સ્થાનિક વચેટિયાઓ અને સીએ દ્વારા કમિશન મેળવીને કાળા નાણાંને ધોળા કરવા તથા હવાલાના નેટવર્ક દ્વારા સરહદ પાર નાણાં હેરાફેરી કરવા માટે આ આખું ષડયંત્ર રચાયું હોવાનું મનાય છે.

........

 

Comments

COMMENT / REPLY FROM