ગાંધીધામના ક્રોમા શોરૂમમાં લાખોની રોકડની ચોરી : તાળું ખોલીને ચોરોએ આપ્યો અંજામ!
તાળું તૂટ્યું નહીં, ચાવીથી ખૂલ્યું હોવાની આશંકા; જાણભેદુ શખ્સની સંડોવણીની શક્યતા વચ્ચે એ ડિવિઝન પોલીસ તપાસમાં જોતરાઈ
ગાંધીધામ : ગાંધીધામના ક્રોમા શોરૂમમાં લાખોની રોકડની ચોરીની ઘટના સામે આવતા વેપારી આલમમાં ખળભળાટ મચી ગયો છે. ચોરીની ઘટનામાં શોરૂમનું તાળું તૂટ્યું ન હોવાનું અને તાળું ખોલીને ચોરી કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. જેના પગલે જાણભેદુ શખ્સની સંડોવણી હોવાની શક્યતા પણ તપાસના કેન્દ્રમાં છે. બનાવ અંગે એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
..........

Comments