Trending News
સ્થાનિક સમાચાર

માંડવીના જૈન આશ્રમના ૮૦ વડીલો સાથે નવચેતન સંસ્થા ઉજવશે દીપોત્સવ

30 October


દીપાવલીની આગોતરી ઉજવણીમાં વડીલોને મીઠાઈ, નાસ્તા સહિત વસ્ત્રોની ભેટ અપાશે

ભુજ-કચ્છ ઉદય : સ્વ. ચેતન મહેતાની સ્મૃતિમાં છેલ્લા ૧૭ વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓ કરતી નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર, ભુજ દ્વારા ભગવાન મહાવીરના ૨૫૫૨મા નિર્વાણ કલ્યાણકની પખવાડિક ઉજવણીના ભાગરૂપે આગામી ૧ નવેમ્બરના રવિવારે માંડવી સ્થિત મેઘજી સેજપાલ જૈન આશ્રમના આશરે ૮૦ વડીલો સાથે દીપોત્સવની આગોતરી ઉજવણી કરવામાં આવશે.
સંસ્થાના પ્રમુખ વી. જી. મહેતાના અધ્યક્ષસ્થાને યોજાનારા આ કાર્યક્રમમાં દાતા પરિવારનાં સેવાભાવી તબીબ રૂપાલીબેન મોરબીયા તેમજ ભુજ અને માંડવીના કાર્યકરો ઉપસ્થિત રહેશે. મુખ્ય દાતા માતુશ્રી કમલાવંતીબેન શશિકાન્તભાઈ મોરબીયા સહિત અન્ય દાતાઓના સહયોગથી યોજાનારા કાર્યક્રમનો પ્રારંભ નવકાર મહામંત્રના જાપથી થશે. ત્યારબાદ વડીલો માટે આનંદપ્રમોદના કાર્યક્રમનું આયોજન કરાયું છે.
આ પ્રસંગે આશ્રમના વડીલો અને તેમની સંભાળ રાખતા કર્મચારીઓને ૨૫૦ ગ્રામ મીઠાઈ તથા ૨૫૦ ગ્રામ નમકીન સહિત કુલ ૫૦૦ ગ્રામ શુદ્ધ ઘીની મીઠાઈ અને નમકીન આપવામાં આવશે. ઉપરાંત વડીલોને દીપાવલી અને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી ભાઈઓને શર્ટ તથા બહેનોને સાડી અને લેગીસ સહિતની ભેટસોગાદો અર્પણ કરવામાં આવશે. આ અંગે પ્રોજેક્ટ ચેરમેન પ્રદીપભાઈ દોશી, શાંતિલાલ મોટા અને ભાવનાબેન જોશીની સંયુક્ત યાદીમાં જણાવાયું છે. 
---------

Comments

COMMENT / REPLY FROM